May 19th 2019

અમીદ્રષ્ટિ!!!

વિસ્તરતી ક્ષિતિજોને બાહોંમાં લઉં ભરી,
ને લઉં આભલાને ખોબામાં સમાવી
ધગધગતા આ લાવાને, પળમાં દઉં ઠારી!
કોઈ જાદુઈ કડી બસ જાય મળી!!

ભીની માટીની ખુશ્બૂ, પહેલા વરસાદની,
જ્યાં ખુશ્બૂ મંજરીની વાયરે વસંતની,
ને ચિતારો દોરતો છબી માસુમિયતની,
મહેકતી, જાદુઈ છડી બસ જાય મળી!!

અસ્તિત્વ મિટાવી સરિતા જ્યાં ભળતી,
સમંદરના એ મોજાની રવાનગી,
ક્ષણભંગુર સપન સા જાતા ફંગોળાઈ,
રોકવા જાદુઈ જલપરી બસ જાય મળી!!

બની બાળકીને ખોવાઉં ખ્વાબોની નગરી,
ના ખુલે નિદ્રા અમીદ્રષ્ટિ, બસ જાય મળી!!

શૈલા મુન્શા તા ૦૫/૧૯/૨૦૧૯

March 5th 2019

अहिंसा

जिस देशमें बहती थी दुधकी नदिया
आज क्युं बहने लगी रक्तकी नदिया?

हर कोई चाहता अमन और शांति,
फिर विवादोमें क्यों फसी है आज शांति?

जिस देशमें अतिथी माने जाते थे देव,
भाई भाईके दुश्मन कहांसे हो गये लोग?

आ रही है होली, ले के रंगोका त्योहार,
पर क्यों दिख रहा रंग खूनका लाल?

कब तक चलता रहेगा यह विनाश?
कब तक बलि चढेंगे मा के लाल?

आओ मिलकर रचे एक नया ईतिहास,
सीखा दे दुनियाको अहिंसाका मार्ग!!

(पुलवामाके आतंकवादी हमले के बाद लिखी कविता!!

शैला मुन्शा ता ०३/०५ २०१९

October 22nd 2018

તરણા ઓથે ડુંગર !!

તરણા ઓથે ડુંગર, કોઈને દેખાય નહિ,
ખોવાણી નથણી, કોઈથી શોધાય નહિ!

જોયું ના જોયું ને જાણ્યું ના જાણ્યું તોય,
દીવા તળે અંધાર કાઈં છુપાય નહિ!

કરવાં પારખાં ઝેરના ક્યાં સહેલા છે?
પીધું જે ઝેર મીરાએ, કોઈથી પિવાય નહિ!

ગુઋદક્ષિણા માંગતા માંગી લીધી ભલે દ્રોણે,
દાન અંગુઠાનુ એકલવ્ય જેમ કોઈથી અપાય નહિ!

ભલે હોય સોળસોને આઠ રાણીઓ કૃષ્ણને,
મંદિરોમાં રાધાકૃષ્ણ સિવાય કોઇ પુજાય નહિ!!

તરણા ઓથે ડુંગર, કોઈને દેખાય નહિ,
ખોવાણી નથણી, કોઈથી શોધાય નહિ!!

શૈલા મુન્શા તા૧૦\૧૯\૨૦૧૮

May 7th 2018

માનવી!

હાથીના ચાવવાના દાંત અને દેખાડવાના દાંત જુદા,
એ તો ઈશ્વરની મહેર છે
એમા હાથીનો ક્યાં વાંક?
એજ ઈશ્વરે ઘડેલો માનવી,
ભીતર કાંઈ અને બહાર કાંઈ!!!!
એમાં વાંક કોનો?

સાપને આપ્યું ઝેર, પણ ડંખેના વિનાકારણ
પણ માનવી ભીતર કાંઈ અને બહાર કાંઈ!!!
એમાં વાંક કોનો?

જંગલનો રાજા સિંહ, કરેલો ઉપકાર ભુલેના વરસો પછી,
પણ માનવી ભીતર કાંઈ અને બહાર કાંઈ!!!
એમાં વાંક કોનો?

કુદરતને આધીન ચાલે સહુ જીવજંતુ,
ઉલટાવે ક્રમ કુદરતનો, ભીતર કાંઈ અને બહાર કાંઈ,
એ માનવી જ બને દુશ્મન માનવીનો!!!

શૈલા મુન્શા તા ૦૫/૦૭/૨૦૧૮

January 4th 2018

કાં તો મૃત્યુનું સ્વર્ગમાં લાઈવ
ટેલીકાસ્ટ થવું જોઈએ,
ને કાં તો જીવતા હોઈએ ત્યારે,
મૃત્યુનુ એક રિહર્સલ થવું જોઈએ.

કોણ આવશે પ્રસંગમાં? કોણ મને
અડશે? કોણ કેટલું રડશે?
એ સમયે જો હું જ નહિ હોઉં,
તો યાર મને ખબર કેમ પડશે?

ઈશ્વરની બાજુમાં બેસીને,
FULL HDમાં મારે મારૂં મૃત્યુ જોવું છે,
મારા જેવી વ્યક્તિ મરી ગઈ,
એ વાત પર મારે પણ થોડું રોવું છે.

કેટલાક ચહેરાઓ છેક સુધી ધુંધળા દેખાયા,
એ ચહેરાઓ સ્પષ્ટ જોવા છે.
ચશ્માના કાચ, કારની વિંડસ્ક્રીન અને,
ઘરના અરીસાઓ મારે સાફ કરવા છે.
જેમને ક્યારેય ન કરી શકી એવા કેટલાક લોકોને,
જતા પહેલા મારે માફ કરવા છે!

મને અને મારા અહંકાર બન્નેને,
મારે જમીન પર સૂતેલા જોવા છે.
મારે ગણવા છે કે કેટલા કટકાઓ,
થાય છે મારા વટના?

મારે પણ જોવી છે મારી જીંદગીની,
સૌથી મોભાદાર ઘટના.
આમ કારણ વગર કોઈ હાર
પહેરાવે, એ ગમશે તો નહિ.
પણ તે સમયે એક સેલ્ફી પાડી લેવી છે.

ગમતા લોકોની હાજરીમાં કાયમ
ને માટે સૂતા પહેલા, એકવાર મારે
મારી જાતને જગાડી લેવી છે.
એક વાર મારે મૃત્યુનુ રિહર્સલ કરવું છે.
હે ઈશ્વર,
કાંતો તું મૃત્યુનુ ફોરકાસ્ટ કર,
ને કાં તો મારા મૃત્યુનું સ્વર્ગમાં
તું લાઈવ ટેલીકાસ્ટ કર.

“અનામી કવિની રચના” વોટ્સપ પર મિત્ર દ્વારા મોકલાયેલી.

October 3rd 2017

વિસ્મય!

હોઈ શકે શું દુનિયા ન્યારી,

વિમાસુ બેસીને બારીએ.

જાગતી ઈચ્છા ભરૂં એક ડગ,

નાનકડી કીકીમા ડોકાતું વિસ્મય.

હશે શું મુજ જેવી નટખટ, ન્યારી!

ઝુમતા આ ફુલો સમ રંગીન, પ્યારી,

ભરૂં હરણફાળને વહું સમીર સંગ!

પગલું રહે અધ્ધર ને વિચારું,

જો ગઈ ખોવાઈ તો,

મળશે કદી પાછી મા એ વહાલી?

શૈલા મુન્શા

July 15th 2015

શિખામણ ધીરૂદાદાની

(૯૭ વર્ષના ધીરૂદાદા, અમારી ગુજરાતી સાહિત્ય સરિતા ના માનવંતા વડીલ, અડીખમ લેખક, બધા માટે પ્રેરણાદાયી, સદા યુવાન શ્રી ધીરૂભાઈ શાહ પર લખાયેલી અછાંદસ કવિતા જે દાદા ને અર્પણ છે.)

કહેવાની વાત કોઈ રહી જાય ના,

જીવવાની રીત કોઈ વહી જાય ના!

આજ તો આજ છે, વિતેલા નો વિચાર શું!

કાલ ગઈ વીતી, ને કાલની ચિંતા શું?

બસ આજ છે જિંદગી, રળિયામણી!

છે એક ગુપ્ત રહસ્ય દીર્ઘ વયનુ કહું છું ખાસ,

દોસ્તી પુસ્તકો સંગ, તો ઉંમર નો શો હિસાબ!

લીધી કલમ હાથમાં પત્નિ વિયોગે ઢળતી વયે,

શરૂ થયો નવો અધ્યાય જીવનનો સાહિત્ય સંગ

સરળતા અને ભાવ ભક્તિ વહી કાવ્ય રૂપે,

થયો આત્મસંતોષ, પામ્યા પ્રસિધ્ધિ દેશ પરદેશ!

ચાલશે, ફાવશે અને ગમશે જો ઉતારો જીવનમાં,

એ મંત્રને, પ્રેમાળ સ્વભાવ અપાવે આદર ને માન!

છે નિરામય તંદુરસ્ત જીવન ચાર પેઢી સંગ,

ના કોઈ ફરિયાદ કદી, રહસ્ય એ સત્તાણુ વર્ષનુ!

ભરી દીધું જોમ દાદા તમે, આજ અમ જીવનમા,

મળીને તમને, મળ્યો મારગ આ જીંદગી માણવાનો.

શૈલા મુન્શા. તા ૧૧/૧૮/૨૦૧૮

June 22nd 2015

મલકતુ મૌન!

thcti2tkmtgoing-down-slides1

મૌન ને પણ હોય છે ભાષા,સાંભળી છે કદી,

કશું કહેવાની ક્યાં જરૂર, અનુભવી છે કદી?

કીડીઓ ની ચાલતી હાર ને,નિહાળતુ બાળ

વાંચ્યુ છે કુતૂહલ આંખમા એની કદી?

રોજ લસરવું લસરપટ્ટી પર, રોજ આનંદ ને હસી,

કલકલતું હાસ્ય, એ નિર્દોષતા માણી છે કદી?

આવે કોઈ યાદ પાંપણને કોર, ને થનગને હૈયુ,

મલકતા એ મૌન ની મોંઘેરી મિરાત જાણી છે કદી?

ખરબચડા હાથ વરસાવે વહાલ તમ શિરે,

શબ્દ બને મૌન, એ મમતા પામી છે કદી?

મૌન ને પણ હોય છે ભાષા, સાંભળી છે કદી?

શૈલા મુન્શા તા. ૦૬/૧૭/૨૦૧૫

May 31st 2015

પ્રકોપ!

th.jpg fire in jungle

વા વાયા ને વાદળ ઉમટ્યા, ત્યાં સુધી તો ઠીક છે મારા ભાઈ!

પણ વિફરે જો વાદળ ને કરે કડાકા તો કરીએ શું મારા ભાઈ?

ગગન ગોખલે ઉજાશ કરે જો વિજળી, ત્યાં સુધી તો ઠીક છે મારા ભાઈ!

પણ ત્રાટકે જો વિજળી ને વન બળે લીલુડાં, તો કરીએ શું મારા ભાઈ?

રણ ની રેત જાણે લાગે મખમલી સેજ, ત્યાં સુધી તો ઠીક છે મારા ભાઈ!

ફુંકાય બની વંટોળ એ રેત, ને નગર બને કબર તો કરીએ શું મારા ભાઈ?

વરસાદી મોસમ ને નદી નો કિનારો, ત્યાં સુધી તો ઠિક છે મારા ભાઈ!

ધસમસતા વેગે વહેતી એ નદી ફેલાવે વિનાશ, તો કરીએ શું મારા ભાઈ?

ભલાઈ નો બદલો મળે ભલાઈ થી, ત્યાં સુધી તો ઠીક છે મારા ભાઈ!

કદી મળે ઉપકાર નો બદલો અપમાનથી, તો કરીએ શુંમારા ભાઈ?

વા વાયા ને વાદળ ઉમટ્યા, ત્યાં સુધી તો ઠીક છે મારા ભાઇ!

શૈલા મુન્શા. તા ૦૫/૨૯/૨૦૧૫

May 31st 2015

મા ની આશિષ!

th.jpg mother tear

ઝુરતી આંખો આજે પણ ને,
નીતરતા આંસુ આજે પણ!

રહેતી જે છબી દિલના ખુણે,
હર પળ તુજને શ્વસુ આજે પણ!

ક્યાંથી લાવું એ વહાલભર્યો સ્પર્શ,
નથી પાસે તોય, શોધું આજે પણ.!

હતી પાસે તો કરી ના માવજત,
શરમથી મુજને કોસું આજે પણ!

પાલવે બાંધી તુજ વહાલની પોટલી
માવડી નત મસ્તકે વંદુ આજે પણ!

શૈલા મુન્શા. તા. મે ૭/૨૦૧૫

« Previous PageNext Page »
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.