પરદેશી
પરદેશી તું આવે કે ના આવે,
વાટ જોઉં હું તારી.
વરસતી આ વરસાદી સાંજે,
વાટ જોઉં હું તારી.
ઊગતા સૂરજની સાખે,
વાટ જોઉં હું તારી.
કાના તું આવે કે ના આવે,
વાટ જોઉં હું તારી.
નિસર્યો મથુરાને પંથ,
ન જોયું પાછું ફરીને એકવાર.
કર્યો ઉધ્ધાર મથુરાજન નો,
કરીને વધ કંસ કેરો
છાયો ઉલ્લાસ સર્વ જનમા,
ધાયો તું પૂરવા ચીર,
બસ એક પુકારે દ્રૌપદીના.
બન્યો સારથિ અર્જુન કેરો,
કર્યો જયજયકાર ધર્મ કેરો.
સહુની ભાંગતા ભીડ,
ભુલી ગયો તું જુએ કોઈ વાટ તારી,
ગોકુળને ગામ.
સુણ્યા સહુ સાદ,
ના સુણાયો એક આર્તનાદ.
કાના તું આવે કે ના આવે,
વાટ જોઉં હું તારી
પરદેશી તું આવે કે ના આવે.
વાટ જોઉં હું તારી સદા.
(એક ગોપી નો સાદ)
શબ્દ સ્પર્ધા મા પરદેશી શબ્દ પર ત્વરિત રચાયેલી બે પંક્તિ નુ મુખડું આજે કાવ્ય રૂપે સર્જાયું.
શૈલા મુન્શા. તા.૨/૧૫/૨૦૧૦