May 26th 2010

શીશુ વિહાર

એડમ-૧

એડમ જુન મહિનામા છ વર્ષનો થશે અને ઓગસ્ટથી ઉઘડતી સ્કુલે પહેલા ધોરણમા જશે. માબાપ થોડા વર્ષો પહેલા મોરોક્કો થી આવીને અમેરિકામા સ્થાયી થયા. મોટી દિકરી ખુબ હોશિયાર પણ એડમ મોટી ઉમ્મરે થયો અને મનસિક વિકાસ પુરો થયો નહિ. બોલવાની શક્તિ, પણ બોલવાની આળસ. બધા બાળકો ક્લાસની બધી પ્રવૃતિમા ભાગ લે. ગીત ગાવાનુ હોય કે રંગકામ કરવાનુ હોય એક એડમ બસ બેસી રહે. કેટલાય પ્રયત્ન કર્યા પણ સફળતા ન મળી. જો આખ્ખો દિવસ એને કોમ્પ્યુટર પર રમત રમવા દઈએ તો ભાઈ ખુશ.
મારા ક્લાસમા ત્રણ થી પાંચ વર્ષના બાળકો એટલે બપોરે એક વાગે અમે કલાક માટે એમને સુવડાવી દઈએ, પણ એડમનો નિયમ કે બપોરના સાડાબાર થાય કે ઘસઘસાટ ઊંઘી જાય. આજે તો અમે સંગીત ના ક્લાસમા હતા અને બધા બાળકો સંગીતના તાલે કસરત કરતા હતા અને ખાસ્સી ધમાલ હતી પણ એડમ તો દુનિયાથી બેપરવા આરામ ફરમાવતો હતો. ઘડીમા માથું આગળ ઢળે ને ઘડીમા પાછળ. મે એને ઊભો કર્યો તો પણ એજ હાલત. એને જોઈને મને મુંબઈની લોકલ ટ્રેનમા બોરીવલી થી ચર્ચગેટ મુસાફરી કરતા અને ઊભાઊભા કોઈના ખભાના ટેકે ઊંઘ ખેંચી કાઢતા લોકોની યાદ આવી ગઈ.
માનવી નુ મન એક પ્રસંગને બીજા સાથે જોડતું ક્ષણમા ક્યાંનુ ક્યાં પહોંચી જાય છે.

શૈલા મુન્શા તા.૫/૪/૨૦૧૦
એડમ–૨

આજે તો કમાલ થઈ. બે વર્ષથી એડમ અમારા ક્લાસમા છે પણ બોલવાનુ નામ નહી. એવું નથી કે એ મુંગો છે કે એને બોલતા નથી આવડતું પણ એમા પણ જાણે આળસ! એ એના કલ્પના જગતમા જ મશગુલ હોય. જે ના કરવાનુ હોય તે પહેલા કરે અને જે કરવાનુ હોય તે કહી કહીને થાકી જઈએ પણ ધરાર ના જ કરે. આજે સવારે અમે બાળકો ને બાલગીત ગવડાવતા હતા બધા સુર પુરાવતા હતા પણ એડમ ને બારી બહારનો નજારો જોવામા વધારે રસ હતો. ગીત પત્યાં ને પછી રંગકામનો વારો હતો, બીજા બાળકો ચિત્રમા જાતજાતના રંગ ભરવામા મશગુલ હતા ને એકદમ એડમભાઇ એ, બી, સી, ડી લલકારી ઉઠ્યા. હું ને મેરી તો જોતા જ રહી ગયા.
મીસ મેરી બોલી ઊઠી મે/ ૧૮/ ૨૦૧૦ આખરે એડમનો અવાજ સાંભળવા મળ્યો જ્યારે અઠવાડિયા પછી ઉનાળાની રજા પડવાની છે અને પછી ઉઘડતી સ્કુલે એડમ પહેલા ધોરણમા જશે એટલું જ નહિ બીજી સ્કુલમા પણ જવાનો છે.
આ પ્રકારના બાળકો મા હોશિયારી તો ઘણી હોય છે પણ જલ્દી પ્રગટ થતી નથી. ઘરમા માબાપ પણ બાળકને આખ્ખો દિવસ કોમ્પુટર પર કે ટી.વી ની સામે બેસાડી રાખવાને બદલે થોડુંક વાંચન લેખન કરાવે તો એમની પ્રતિભા ઓર નિખરે.

શૈલા મુન્શા. તા.૦૫/૧૮/૨૦૧૦

એડમ–૩

એડમભાઈનુ આજનુ પરાક્રમ. એડમ ને કોમ્પુટરનો ખુબ શોખ એ તો તમે જાણો જ છો. ગમે ત્યારે ઊઘી જતા એડમને કોમ્પુટર સામે બેસાડો તો આખો દિવસ જાગી શકે અને સામાન્ય રીતે ચુપ રહેતા એડમનો અવાજ પણ કોમ્પુટરની રમતો સાથે સંભળાય. એડમને એક ખોટી ટેવ, કોમ્પુટર પર કીબોર્ડના બટન દબાવતા બીજા પણ બટન દબાવે અને ઘણીવાર બાજુમા બેઠેલા છોકરાનુ કોમ્પુટર બંધ કરી દે.
આજે એવીજ રીતે બટન દબાવતા કોમ્પુટર ડીસ્ક(CD)નુ ખાનુ ખુલી ગયું અને એડમ ની આંગળી એમા ફસાઈ ગઈ. એડમે તો જોરથી ભેંકડો તાણ્યો અને મારા તો હોશકોશ ઉડી ગયા કારણ ત્યારે ક્લાસમા મારી સાથે એડમ અને એશલી હતા અને મીસ મેરી બીજા બાળકોને જમાડવા લઈ ગઈ હતી. આંગળી એવી ફસાઈ હતી કે સહેલાઈ થી નીકળે એમ નહોતી. મારો તો જીવ અધ્ધર થઈ ગયો કે શું કરું, કારણ એશલી ને મુકી ને મારાથી ક્લાસની બહાર જવાય નહિ ને કોને મદદ માટે બોલાવું? નસીબે બાજુના ક્લાસની ટીચર લોરા એડમનો રડવાનો અવાજ સાંભળીને દોડી આવી અને તરત જ એને એશલી ને પોતાની પાસે લઈ લીધી અને મે ધીરે ધીરે એડમની આંગળી બહાર કાઢી. તરત જ એના પર બરફનુ માલિશ કર્યું અને સ્કુલની નર્સ પાસે લઈ ગઈ.
અર્ધા કલાકમા મેરી બાળકોને જમાડી ને પાછી આવી ત્યાં સુધી મા તો ઍડમ પતાની રમત મા મશગુલ હતો પણ મને તો બાપા ના બાપા યાદ આવી ગયા જો કાઈક વધારે થયું હોત તો મારો જ વાંક પહેલા આવત. હજી આગલે દિવસે જ વર્ષને અંતે થતા મુલ્યાંકનમા મને અતિ ઉત્તમ નો શેરો મળ્યો હતો કારણ આ પ્રકાર ના બાળકો સાથે કામ કરવું સહેલું નથી. ખુબ જ તકેદારી રાખવી પડે અને તોય આવા બનાવો બને જે તમને કાયમ યાદ રહે

1 Comment »

  1. આપના અનુભવો શિક્ષકો વચ્ચે વહેચી રહ્યો છુ. અનુભવો જણાવતા રહેશો. આભાર
    રાજેશ પટેલ
    ખંભાત
    આણંદ
    ગુજરાત
    ફોન નંબર ૯૬૨૪૨૫૯૨૦૦

    Comment by રાજેશ પટેલ — August 22, 2012 @ 4:21 pm

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.