November 10th 2010

મારો પરિચય

છ દાયકાની ફિલમની રીલ રિવાઈન્ડ કરતા બાળપણની પહેલી યાદ મામાના બંગલામાં નાનકડો રૂમ ચોપડીઓથી ભરેલો અને ઝગમગ, ચાંદામામા, રમકડું વગેરે બાળમાસિકોથી ઘેરાયેલી હું મારી જાતને આજે પણ તાદ્રુશ્ય કરી શકું છું. વાંચનનો શોખ બાળપણથી અને શાળામાં પણ વકૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં ઘણા ઈનામો મળ્યાનુ યાદ છે, પણ સાહિત્ય અને સારા વાંચનની ટેવ સાતમા ધોરણથી પડી જેને માટે મારા ગુજરાતી ના શિક્ષીકા ઈંદુબેન જવાબદાર છે. કનૈયાલાલ મુન્શી, રમણલાલ વસંતલાલ દેસાઈ, પન્નાલાલ પટેલ, ગોવર્ધનરામ ત્રિપાઠી, વગેરે ના પુસ્તકોનુ વાંચન એમની દોરવણી હેઠળ થયું. ત્યારથી સાહિત્ય નો લગાવ લાગ્યો.

જન્મ મારો કલકત્તા પણ ઉછેર મુંબઈમા. સંસ્કારી માબાપ ના ત્રણ સંતાનમાં સહુથી મોટી. B.A. B. Ed.નુ ભણતર પુરૂં કરીને યુવાની ના સપના સાકાર કરૂં તે પહેલા માતા-પિતા ના આકસ્મિક અવસાને મારૂં જીવન બે દિશામાં ફંટાઈ ગયું. બહેન અને ભાઈ મોશાળ કલકત્તા ગયા અને મેં મારી મા જે શાળામા શિક્ષીકા હતી ત્યાં એના અવસાન બાદ ગુજરાતી ની શિક્ષીકા તરીકે નોકરી સ્વીકારી અને લગ્ન કરી મુંબઈમાં ઠરીઠામ થઈ.
સારા નસીબે જીવનસાથી મળ્યો એવો જેને પણ સાહિત્યમા ઘણી રૂચી હતી અને મારો વ્યવસાય ગુજરાતી શીખવવાનો એટલે સાહિત્ય સાથે હમેશ સંબંધ રહ્યો, પણ લખવાની પહેલ તો અમેરિકા આવ્યા પછી થઈ. યુવાનીમા શાળા અને બે બાળકોની સંભાળ વચ્ચે સાહિત્ય સર્જન ક્યાંક દબાઈ ગયું હતું તે અહીં આવ્યા બાદ ગુજરાતી સાહિત્ય સરિતાની અસ્ખલિત વહેતી ગંગાનો સથવારો અને વિજયભાઈ શાહ, પ્રો.સુમનભાઈ અજમેરી જેવા અનેક પીઢ, અનુભવી લેખકોના પ્રોત્સાહને મા સરસ્વતી નુ નામ લઈ લેખનની શરૂઆત કરી છે, અને તમ જેવા રસિક, જ્ઞાની વાચક વર્ગની દાદ વધુ લખવા ઉત્સાહ પ્રેરે છે.

અસ્તુ.

9 Comments »

  1. nice blog… !
    I see first time.. but like to read about ur school kids… 🙂

    Comment by Pinki — February 8, 2011 @ 10:14 am

  2. Very interesting………

    Comment by darshana — May 13, 2011 @ 5:13 am

  3. You write very good. I think, Now, I will go through your all articles on this blog.

    Navin Banker

    Comment by Navin Banker — June 1, 2011 @ 3:15 am

  4. મજા આવિ વાચિ ને

    Comment by hasmukh patel — December 15, 2011 @ 11:39 am

  5. aunty nana bachhao vishe sanklan karyu che te khub j sunder che…..

    Comment by kamini — April 23, 2012 @ 4:03 am

  6. bahu maja avi.balko na prasang vachi anand thyo

    Comment by darsh — May 15, 2012 @ 4:34 am

  7. શિક્ષકોના અનુભવો અને તે પણ ગુજરાતી ભાષામાં? વાહ ભાઈ વાહ. વાંચ્યા પણ ખરા અને વંચાવ્યા પણ ખરા.

    Comment by રાજેશ પટેલ — August 22, 2012 @ 4:41 pm

  8. સરસ કવિતાઓ કરો છો એ સાહિત્ય સરીતાની બેઠક વખતે માણતો હતો, આવા સારા બ્લોગ વિશે આજે જાણ્યુ, (વેબગુર્જરી દ્વારા)
    અભીનંદન, ઈશ્વર તંદુરસ્ત આયુષ્ય સાથે ખુબ ખુબ સારૂ લખવાની પ્રેરણા
    આપે. મુન્શા ભાઈને યાદ.

    Comment by Akbarali Narsi — January 12, 2014 @ 6:33 pm

  9. Enjoyed the artical of parichay…God bless you

    Comment by Dhananjay Pandya — August 31, 2019 @ 12:17 am

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.