October 2007
Monthly Archive
Monthly Archive
Posted by shailamunshaw on 28 Oct 2007 | Tagged as: Uncategorized
અહિંસાના પુજારી દેશને,
ક્રુષ્ણ જન્મની તાતી જરુર છે.
કૌરવરુપી ભાઈઑને હણવા
સમર્થ બાણાવળી પાર્થની જરુર છે.
એક ગાલ પર તમાચો પડતા બીજો ગાલ ધરવાને બદલે,
ગાલ સુધી પહોંચતા હાથને ઉખેડી નાખવાની જરુર છે.
ક્યાં સુધી જનતાનુ ભાવિ,
બીજાને આશરે ઘડવા દેશું?(યુનોના)
શુળીનો ઘા સોયે સર્યો સમજવાને બદલે,
દેશની શાંતિ હણનારને શુળીએ ચઢાવવાની જરુર છે.
દેશભક્તિ અને વફાદારીની વાતો કરવાને બદલે,
વફાદારી દેખાડવાની જરુર છે.
અમીચચંદોના આ દેશમા
એક લોખંડી પુરુષ સરદારની જરુર છે.
શૈલા મુન્શા (૨/૧૦/૨૦૦૬)
Posted by shailamunshaw on 28 Oct 2007 | Tagged as: Uncategorized
માએ આપ્યો જન્મ, પિતા એ આપ્યુ નામ
આંગળીના ટેરવે શિખવ્યુ પા પા પગલી ભરતા.
કરી લાડ ઝુલાવ્યો મુજને,
ડારી નજરથી ડરાવ્યો મુજને.
શૈશવના એ સુંવાળા દિવસો,
વહ્યા પ્રેમે હસતા રમતા વિહરતા.
શૈશવથી કિશોરાવસ્થા,
શિખ્યો જીવન તણા મુલ્યો તમ પાસે.
બેટા હમેશ રહેવુ નીતિમય જીવનમા
પડકાર ઝીલવા સામી છાતીએ.
યુવાની આવતા આવશે સમસ્યા ઘણીએ
પણ તરવુ હમેશ સામા વહેણે.
પિતા તમ શીખ પ્રેરે બળ જીવનમા
આગવું અસ્તિત્વ પ્રગટાવે મુજમા.
ઈચ્છા સર્વ પિતા તણી
બેટો સવાયો બાપથી!
તર્પણ મારુ એજ તવ ચરણે,
સાર્થક કરું જીંદગી મારી
દિપાવી નામ તમારુ.
શૈલા મુન્શા (ફાધર ડે ૧૨/૬/૨૦૦૪)
Posted by shailamunshaw on 23 Oct 2007 | Tagged as: કાવ્યો
જિન્દગી જીવતા આવડે તો જીવી જવાય છે
નહિ તો વ્યર્થ ફાંફામાં ખપી જવાય છે.
ફૂલ ને ખીલતા કોણ શીખવે છે?
પંખી ને ઉડતા કૉણ શીખવે છે?
સૂરજ ને ઉગતા અને આથમતા કોણ શીખવે છે?
રે માનવી! જરા ચોપાસ નજર તો કર
તક ઝડપતા આવડે તો ઝડપી લેવાય છે
નહિ તો વ્યર્થ ફાંફામા ખપી જવાય છે.
કરોળિયા ના જાળાં જેવી આ જિન્દગી
જાળાં ઉકેલતાં આવડે તો જીવી જવાય છે.
નહિં તો વ્યર્થ ફાંફામા ખપી જવાય છે
માનવીની ઉડાણ ચન્દ્રને તો આંબી શકી
આત્માના ઉંડાણને પામી શકાય
તો મોક્ષને દ્વાર પહોંચી શકાય છે.
નહિં તો વ્યર્થ ફાંફા મા ખપી જવાય છે
જિન્દગી જીવતા આવડે તો જીવી જવાય છે.