May 19th 2019

અમીદ્રષ્ટિ!!!

વિસ્તરતી ક્ષિતિજોને બાહોંમાં લઉં ભરી,
ને લઉં આભલાને ખોબામાં સમાવી
ધગધગતા આ લાવાને, પળમાં દઉં ઠારી!
કોઈ જાદુઈ કડી બસ જાય મળી!!

ભીની માટીની ખુશ્બૂ, પહેલા વરસાદની,
જ્યાં ખુશ્બૂ મંજરીની વાયરે વસંતની,
ને ચિતારો દોરતો છબી માસુમિયતની,
મહેકતી, જાદુઈ છડી બસ જાય મળી!!

અસ્તિત્વ મિટાવી સરિતા જ્યાં ભળતી,
સમંદરના એ મોજાની રવાનગી,
ક્ષણભંગુર સપન સા જાતા ફંગોળાઈ,
રોકવા જાદુઈ જલપરી બસ જાય મળી!!

બની બાળકીને ખોવાઉં ખ્વાબોની નગરી,
ના ખુલે નિદ્રા અમીદ્રષ્ટિ, બસ જાય મળી!!

શૈલા મુન્શા તા ૦૫/૧૯/૨૦૧૯

2 Comments »

  1. તારી કવિતા અમીદ્રષ્ટિ વાંચી અને માણી. સુરેશ દલાલ કે હરિંદ્ર દવે આ કવિતાનુ બહુ જ સુંદર છણાવટ કરી શકે. એમામ્ય સુરેશ દલાલ ઊભરતા કવિઓને ખૂબ જ માન આપી પ્રોત્સાહિત કરતા.
    keep it up.

    Comment by વિનય જોશી — July 29, 2019 @ 3:25 pm

  2. વાહ! સરસ રચના….
    ધન્યવાદ.

    Comment by ઉત્તમભાઈ ગજ્જર — July 29, 2019 @ 3:28 pm

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.