October 22nd 2018

તરણા ઓથે ડુંગર !!

તરણા ઓથે ડુંગર, કોઈને દેખાય નહિ,
ખોવાણી નથણી, કોઈથી શોધાય નહિ!

જોયું ના જોયું ને જાણ્યું ના જાણ્યું તોય,
દીવા તળે અંધાર કાઈં છુપાય નહિ!

કરવાં પારખાં ઝેરના ક્યાં સહેલા છે?
પીધું જે ઝેર મીરાએ, કોઈથી પિવાય નહિ!

ગુઋદક્ષિણા માંગતા માંગી લીધી ભલે દ્રોણે,
દાન અંગુઠાનુ એકલવ્ય જેમ કોઈથી અપાય નહિ!

ભલે હોય સોળસોને આઠ રાણીઓ કૃષ્ણને,
મંદિરોમાં રાધાકૃષ્ણ સિવાય કોઇ પુજાય નહિ!!

તરણા ઓથે ડુંગર, કોઈને દેખાય નહિ,
ખોવાણી નથણી, કોઈથી શોધાય નહિ!!

શૈલા મુન્શા તા૧૦\૧૯\૨૦૧૮

5 Comments »

  1. વાહ ! મઝેની વાત સરળ રીતે મુકી !! ધન્યવાદ….

    Comment by ઉત્તમભાઈ ગજ્જર — October 25, 2018 @ 6:37 pm

  2. બહુ સરસ..

    Comment by દાવડા સાહેબ — October 25, 2018 @ 6:39 pm

  3. Nice creation Shailaben..

    Comment by રાજેશ પટેલ — October 25, 2018 @ 6:42 pm

  4. Nice kavita..

    Comment by સમીત મુન્શા — October 25, 2018 @ 6:44 pm

  5. Too good!!!

    Comment by સુશીલા દેસાઈ — October 25, 2018 @ 6:47 pm

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.