જુગલબંધી!!
સુગંધી વાયરા સાથે જુગલબંધી કરી છે મેં,
મુલાયમ મોગરા સાથે જુગલબંધી કરી છે મેં!
મુસીબત આવતી ઝીલી, ભરોસો જાત નો રાખી;
કરમના દાયરા સાથે જુગલબંધી કરી છે મેં!
કરી ના હાર ની પરવા પડે ના દાવ ચોસઠના,
રમતના મોહરા સાથે જુગલબંધી કરી છે મેં!
બતાવે પીઠ કાયર, છોડતાં રણ મોં છુપાવીને,
રણાંગણ મોખરા સાથે જુગલબંધી કરી છે મેં!
કઠણ છે છોડવું આંગણ, વિતાવી જિંદગી આખી,
પિયરના ઊંબરા સાથે જુગલબંધી કરી છે મેં!
શૈલા મુન્શા તા. ફેબ્રુઆરી ૧૩/ ૨૦૨૧
લગાગાગા…ના ચાર આવર્તણો લીધા છે એ બરાબર છેને? છેલ્લો શેર સરસ છે! પ્રશાંતભાઈને ખબર પડી?
‘ચમન’
Comment by Chiman Patel — February 21, 2021 @ 10:43 pm
લગાગાગા ના ચાર આવર્તણો લીધા છે એ બરાબર ને? છેલ્લો શેર સરસ છે.
‘ચમન’/૨/૨૧/’૨૧
Comment by Chiman Patel — February 21, 2021 @ 10:45 pm