February 1st 2019

વેચાય છે!!

દ્વાર પ્રભુના જ્યાં તોરણો બંધાય છે
ફુલ એ જ તો પગ તળે કચરાય છે!

રામ નામે પથરા તર્યા એ વાત ભુલો,
આજ નસીબ નામે પથરા વેચાય છે!

જે શિશ ઝુકે જ્યાં માતના ચરણે,
કેમ કુમળી બાળા ત્યાં રહેંસાય છે?

નિતી નિયમની કાંઈ કિમત નથી જ્યાં
ખુદ ઈશ્વરની ત્યાં બોલી બોલાય છે!!

ઊલંઘીને મર્યાદા બને માનવી પશુ,
ત્યાં વફાદારી પશુઓમાં દેખાય છે!!

દ્વાર પ્રભુના જ્યાં તોરણો બંધાય છે,
ફુલ એ જ તો પગ તળે કચરાય છે!!

શૈલા મુન્શા તા ૦૨/૦૧/૨૦૧૯

2 Comments »

  1. સરસ ભાવ !!

    Comment by દેવિકા ધ્રુવ — February 3, 2019 @ 7:53 pm

  2. બહુ સરળ, સુંદર અને સચોટ રચના છે. થોડા શબ્દોમાં આજની વાસ્તવિકતાનુ ચિત્ર. અભિનંદન.

    Comment by આશા શાહ — February 3, 2019 @ 7:57 pm

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.