મુહોબ્બત
Posted by shailamunshaw on 29 Jan 2009 at 11:51 pm | Tagged as: કાવ્યો
મળવી મુશ્કેલ મુહોબ્બત જગમા
મળે તો સાચવવી મુશ્કેલ
મુહોબ્બત જગમા
ના કિમત સમજાય એની
હોય નજર સામે જ્યારે,
થાય પસ્તાવો જીવનભરનો
જાય સરકી પલમા જ્યારે.
માગે કુરબાની ઘણી મુહોબ્બત
બસ આપવાનુ જાણે મુહોબ્બત
મુહોબ્બત ખુદાનુ રૂપ બીજું
હ્રદય સિવાય ઘર ના બીજું
ન રહે તારા મારાનો ભેદ મુહોબ્બતમા
બસ જીવી જવાય જીંદગાની સાચી મુહોબ્બતમા.
શૈલા મુન્શા તા.૧/૨૯/૨૦૦૯