વરસ
Posted by shailamunshaw on 21 Jan 2008 at 06:43 pm | Tagged as: કાવ્યો
જોડાયું જે જન્મ સાથે મારા, વધતું રહ્યુ મુજ સાથે સદા
હે વરસ! કાયા પડછાયા ની માયા આપણી સદા.
કદી ન લાગ્યો ભાર તુજને,અનહદ પળોનો હિસાબ તુજ શિરે
હૈયું તારું સાગર સમું વિશાળ, શમાવે જિવન કેરી પળો બેહિસાબ.
આંખ મીચતા ચાલે રીલ, પળમાં પહોંચું બાળપણ ને તીર
વહ્યા વરસો છૂટયો સાથ સ્વજન કેરો, ન છૂટ્યો સાથ કદી તારો.
કદી ચડતી કદી પડતી, ખેલ કંઇ અવનવા ખેલાવે.
બાજીગર બની દોર હાથમા સદા રાખે.
હર પળ હર દિન લાવે નવો ઉમંગ નવી આશ જીવનમાં,
ગત વાતોને વિસરાવી કરાવે તું સંકલ્પો નવા નવા.
નૂતન વર્ષ કરું તુજ અભિવાદન
સજાવી સપના નવા નવા.
શૈલા મુન્શા
૧/૪/૦૮