બીજ
બીજ એક ધરબાયું ધરતીના પડ મંહી,
ઘેરાયું ઘોર અંધકારે નવજીવનની આશ લઈ.
ના ખબર દિન રાતની,
ના ખબર ચાંદ સૂરજની.
મન અંતરે બસ એક અભિલાષ,
સમાયુ જીવન મુજમાં હોય આશ
ચીરીને છાતી ધરાની વિકસું બની કુંપળ
વિકસે જાય છોડ નાનકડ
છોડમાંથી બને વૃક્ષ વિકસતું
થાએ મજબુત સહીને આંધી તોફાન અનેરા,
નીપજાવે વૃક્ષ મનોહર ફળ મીઠાં મધુરાં
ફરી ફરી એજ ક્રમ, ફળમાંથી બીજ
જઈ ધરબાતું એ ધરતીને પડ નિજ
માયા અજબ પ્રભુની છે કેવી
માનવજીવન પણ વિકસતું એવી.
શૈલા મુન્શા તા.૧૦/૧૫/૧૦
કુદરતના ક્રમની સુંદર અભિવ્યક્તિ.
Comment by devika dhruva — October 17, 2010 @ 2:45 am