January 4th 2015

હાઈકુ

૧-માળા અધુરી,
વિખરાયા મણકા
જોડાશે કદી?

૨-ભુલાવી કાલ,
લાવે ઉમંગ નવો!
વરસ નવુ.

૩-મળે છે પાછી
તક આ જીંદગીમા,
વરસ નહિ.

૪-ખાઈ છે ઊંડી,
સંબંધોમા તિરાડ!
પુરાશે કદી?

૫-કહો ના કહો!
છુપાય ના દરદ,
બોલતી આંખો!

શૈલા મુન્શા. તા ૦૧/૦૪/૨૦૧૫

9 Comments »

  1. બધાં જ હાઈકુ સુંદર, અતિ સુંદર !

    ૫-કહો ના કહો!
    છુપાય ના દરદ,
    બોલતી આંખો!

    “કહો ના કહો !” શબ્દો તો સવિશેષ ભાવસભર !

    અભિનંદન !

    Comment by Valibhai Musa — January 4, 2015 @ 6:38 pm

  2. તમામ હાઈકુ જીવંત લાગેછે,
    જેમા સરળતા છે અને સહજતા પંણ.

    Comment by રાજેશ પટેલ — January 5, 2015 @ 2:59 pm

  3. Very Good.

    Comment by sanata Parikh — January 5, 2015 @ 3:00 pm

  4. I liked each one. Great!

    Comment by Saryu Parikh — January 5, 2015 @ 3:02 pm

  5. વાહ, વાહ!
    દિલની વાત,
    ખૂબ સરળતાથી
    પણ સોંસરી!

    Comment by પ્રશાંત મુન્શા — January 5, 2015 @ 3:05 pm

  6. I like # 1

    Comment by Suresh Baxi — January 5, 2015 @ 3:09 pm

  7. Hello Shailaben,

    કહો ના કહો!
    છુપાય ના દરદ,
    બોલતી આંખો!

    Very nice and touching thought

    Thank you fo sharing.

    All the best,

    Charu & Nitin Vyas

    Comment by Nitin Vyas — January 5, 2015 @ 3:11 pm

  8. saras

    પ્રતિ હાઇકુ

    જોડાશે જ હા.

    મણકા બધાજ જે

    વિકાસે સદા

    વરસ નવું

    વિકસે નવતર

    આવતી કાલે

    વરસ ગયું

    તકો નવી અનેક

    પ્રેમે આપીને

    તિરાડો ઊંડી,

    પુરાશે જ જરૂર

    સંબંધો નવા

    દરદ આંખે

    મનમાં આશા અનેક

    લોવાતું દર્દ

    Thanks

    Comment by વિજય શાહ — January 5, 2015 @ 3:17 pm

  9. B. E. A.U. T. I. F.U. L. C.O N. T.E.N.T.S. SHAILABEN

    Comment by Mukesh Joshi — January 5, 2015 @ 3:19 pm

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.