December 31st 2013

થાય છે.

વરસ ની સાથે જીવન પણ બદલાય છે,
જુનુ હતું જે કાલે, આજે નવું થાય છે.

જે ના થઈ પુરી, એ ઈચ્છા અકળાય છે,
શોધી નવી કેડી, ધપવા આગળ થાય છે.

સંબંધો ના તુટે ક્યાંક તાણા, ક્યાંક જોડાય છે,
રૂઝવવા ઘા સાથ કોઈનો, મરહમ થાય છે.

માગતા મળે મદદ એ તો સહજ વાત છે,
સુણે કો નાદ અંતરનો, એવું ભાગ્યે જ થાય છે.

કાલ ને ભુલી આવકારીએ આ વરસ નવું,
સહુ પ્રત્યે ના ર્પ્રેમથી, હૈયું તૃપ્ત થાય છે.

વરસ ની સાથે જીવન પણ બદલાય છે,
જુનુ હતું જે કાલે, આજે નવું થાય છે.

શૈલા મુન્શા. તા.૧૨/૩૧/૨૦૧૩

3 Comments »

  1. Reminded me this one.

    “ej samajha tu nathi ke am shane thay che. Fulada dubi jata ne patharo tari jay che.”

    Comment by Usha Patel — December 31, 2013 @ 8:25 pm

  2. માગતા મળે મદદ એ તો સહજ વાત છે,
    સુણે અંતરનો નાદ, એવું ભાગ્યે જ થાય છે.

    કાલ ને ભુલી આવકારીએ આ વરસ નવું,
    સહુ પ્રત્યે ના ર્પ્રેમથી, હૈયું તૃપ્ત થાય છે.

    abehub analysis
    Dhanyavaad
    Happy New Year

    Comment by Satish Parikh — December 31, 2013 @ 8:43 pm

  3. શૈલાબેન,
    આપના બ્લોગની સફર માણી લીધી. સરસ લખો છો. ધન્યવાદ. આપના પરિચયમાંથી આપનું ઈ-મેઈલ Id મળ્યું નહિ. અઢીએક વર્ષ પહેલાંની મારી હ્યુસ્ટનની મુલાકાતનાં સંસ્મરણોને વાગોળું છું. આપ સૌ કુશળ હશો.

    Comment by Valibhai Musa — January 13, 2014 @ 3:29 pm

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.