February 15th 2012

મંડાય

પાંપણ ઝુકે ન ઝુકે ત્યાં તીર સંધાયને,
હોઠ ખુલે ન ખુલે ત્યાં ગોઠડી મંડાય.

નયણે નીંદરે ઘેરાય ના ઘેરાયને
શમણાંની મધુરી મહેફીલ મંડાય.

કળી એક ખીલે ન ખીલે ઉપવનેને,
ભીની એ સુગંધનો મહેરામણ મંડાય.

બંસરી નો સુર ક્યાંક બજે ન બજેને,
ગોપી સંગ કાના નો રાસડો મંડાય.

કૃષ્ણ પ્રિતમની પ્રીતનું શમણું સર્જાયને,
મથુરા ને મારગ ઘેલી રાધાની નજરૂં મંડાય.

શૈલા મુન્શા. તા. ૦૨/૧૫/૨૦૧૨

2 Comments »

  1. મથુરાને માગ રાધાની નજર્યું મંડાય
    કૃષ્ણ પ્રિતમની પ્રીતનું શમણું સર્જાય

    ખૂબ ગમ્યું એટલે ઉમેર્યું

    Comment by Pravina Kadakia — February 16, 2012 @ 5:56 pm

  2. સુંદર !

    Comment by Vivek Tailor — February 16, 2012 @ 6:03 pm

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.