May 12th 2011

પુત્ર દિન

હમણા ૮ મી મે ના દિવસે અમેરિકા અને દુનિયા મા બધે માતૃદિન ઉજવવા મા આવ્યો અને વળી જુન મહિના મા પિતૃદિન પણ ઉજવાશે. ભારત જેવા દેશમા તો બાળકોને રોજ માતૃદેવોઃ ભવઃ ને પિતૃદેવોઃ ભવઃ હોય છે પણ ક્યારેય કોઈને એવો વિચાર ના આવ્યો કે પુત્રદિન પણ ઉજવાય જ્યારે માબાપ પુત્રને પણ એટલા જ પ્રેમથી નવાજે. કોઈ મારી વાત નો ખોટો અર્થ ના કરે. માબાપ ને મન પોતાના સંતાનથી વિશેષ કાંઈ નથી જ નથી. દિકરી તો પરણીને સાસરે જતી રહે પણ દિકરો તો સાથે જ હોય, જો કે આજે પરિસ્થિતી જુદી છે. નોકરી કે વ્યવસાય ના કારણે બધા દેશ પરદેશ રહેતા થઈ ગયા છે.
બાળક અને મા એકબીજા ના અવિભાજ્ય અંગ. મા પોતાના બાળકને સમજી શકે એટલું કોઈ ના સમજી શકે અને દિકરો કે દિકરી પણ માના દિલને સમજે એટલું કોઈ ના સમજે. દિકરો મોટો થાય અને એનો પ્રેમ વહેંચાય એનો અર્થ એ નથી કે એ માબાપથી દુર થાય છે પણ ઘણીવાર માબાપ ની જ અપેક્ષા વધી જાય છે. તેઓ માનવા તૈયાર નથી કે દિકરો મોટો થયો, પોતાની જવાબદારી સમજતો થયો, એને હજી પણ પોતાની રીતે જ જીવાડવા માંગે છે અને જો ધાર્યું ના થાય તો વાંક દિકરાનો નીકળે છે. નવી વહુ ઘરમા આવે એના પણ કાંઈ ઓરતા હોય, વિચાર ફેર હોય આ બધા વચ્ચે એક દિકરા ને જ સંતુલન રાખવું પડે છે. દર વખતે દિકરા નો જ વાંક હોતો નથી. ક્યારેક એવું પણે બને છે કે એની જરૂરિયાત એની માંદગી વખતે એ ઇચ્છે કે માનો હાથ મારા માથે હોય પણ મા પહોંચી ના શકે એ વેદના મા ને દિકરા સિવાય કોઈ સમજી ના શકે.
દિકરાને પાસે રહી કે દુર રહી એજ પ્રેમ સતત આપતા રહેવાની એક રીત આપણે પુત્ર દિન પણ ઉજવીએ અને એના પ્રેમ ને નવાજીએ. દિકરો પણ આખર એ જ તો ઈચ્છે છે. નાનકડાં બે શબ્દો બધા બંધનો ની કડી મજબુત કરે છે.

શૈલા મુન્શા. તા૦૫/૧૨/૨૦૧૧.

3 Comments »

  1. Thank you soooo much… its very very well written… keep it on and keep writing……

    Thanks,

    Comment by Samit Munshaw — May 13, 2011 @ 12:40 pm

  2. સાવ સાચી વાત છે. પુત્ર અને માતાનો સંબંધ એવો છે જે શબ્દમાં વર્ણવી ન શકાય. પુત્ર અને પુત્રી બંને આવી જાય. અરે, જે બાળકને માતાએ ગર્ભમાં “નવ” મહિના પ્યાર અને જતનથી
    પોષ્યું હોય તેને માટે લાગણી ૨૪ કલાક અવિરત વહેતી હોય છે. બાળક માટે ખાસ દિવસ, દરરોજ સવારના ઉગતા સૂરજનું આગમન.

    Comment by Pravina Kadakia — May 13, 2011 @ 12:45 pm

  3. Very Good.

    Navin Banker

    Comment by Navin Banker — May 14, 2011 @ 3:01 pm

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.