April 14th 2011

વિવિયન સ્ટોન

૭૫ વર્ષની વિવિયન સ્ટોન મારી સાથે સ્કુલમા કામ કરે છે. વર્ષો પહેલાં પતિથી છૂટાછેડા લીધા અને એક દિકરો ને બે દિકરીને એકલે હાથે ભણાવી મોટા કર્યા. ત્રણે સંતાનો પોતાનો જીવનસાથી શોધી પોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા.
વિવિયન સ્વભાવે હસમુખી સેવાભાવી પણ ખરી. કોઈને પણ મદદ કરવા તત્પર. સ્કુલમાં બધાની વર્ષગાંઠ યાદ રાખીને કાર્ડ આપે અને નાની ભેટ પણ આપે. બાળકો ને ખુબ પ્રેમ કરે. સવારે દરવાજે ઊભી રહી Good morning કહી બધાને આવકારે, વહાલથી બાથમાં લે અને સામે એટલા જ પ્રેમની અપેક્ષા પણ રાખે.
શરૂઆતમાં જ્યારે હું નવી હતી ત્યારે મને હમેશ નવાઈ લાગે કે આટલી હેતાળ અને લાગણીશીલ વિવિયન બધાની અળખામણી કેમ? પણ ધીરે ધીરે મને સમજાયું કે વિવિયનને બધાની વાતોમાં માથું મારવાની ખરાબ ટેવ. અંગત સવાલો પુછતાં પણ એને વાર ન લાગે. કોઈનો પહેરવેશ બરાબર ના હોય તો મોઢાપર કહી દે,કોઈ નવું સ્કુલમા આવ્યું હોય તો પહેલે દિવસે જ બધા સવાલ પુછી લે. ઘરમાં કેટલા જણ છે, કોણ શું કરે છે પરણી નથી તો કેમ પરણી નથી વગેરે વગેરે. એને કોમ્પ્યુટરનો જરાય મહાવરો નહિ એટલે ઘણીવાર સ્કુલની અગત્યની ઈમૈલ ની જાણ તરત ના થાય તો ઉપરથી બીજાનો ઉધડો લે કે મને કેમ જણાવ્યું નહિ, એટલે લોકો બને એટલા એનાથી દુર રહેવાનો પ્રયત્ન કરે.
મને ઘણીવાર થાય કે વિવિયન આમ શા માટે કરે છે? મારી સાથે એને સારું ફાવે. મારૂં ઘર એના રસ્તામાં આવે એટલે સ્કુલથી ઘરે જતી વખતે મને એની ગાડીમાં સાથે લઈ જાય અને મારા ઘરના દરવાજે ઉતારે. કોઈવાર મારી પાસે દિલ ખોલીને વાત કરે.
એકલતા માણસને કેવી કોરી ખાય છે એ મને એની પાસે જાણવા મળ્યું. વિવિયન મને કહે “તને મનમાં થાય છે ને કે હું આટલું બધું કેમ બોલું છું, પણ ઘરે જઈશ પછી બસ ચાર દિવાલો અને હું. બાળકો એ ફોન કરવાના વારા બાંધ્યા છે. ત્રણે જણ અઠવાડિયામાં એકવાર ફોન કરે, બાકી હું ભલી ને મારી ચોપડી ભલી”. એકલી છું એટલે રાંધવાની લપ પણ નથી કરતી. ઘરે જતાં કાંઈક લેતી જઉં અથવા ત્યાં જ ખાઈ લઊં. ઘરે જઈને શાવર લઈને મારી સ્ટોરી બુક લઈને બહાર સોફામાં વાંચતાં વાંચતાં જ ઘણીવાર તો ઊંઘી જાઉં. બસ એટલે જ કદાચ સ્કુલમાં બધા સાથે વાતો કરવાનુ મન થઈ જાય છે. જાણુ છું કે હું વધારે પડતી પંચાત કરૂં છું પણ શું કરૂં. એકલતા નો અજંપો કેવો છે એનો મને ત્યારે ખ્યાલ આવ્યો.
એટલા માટે જ બાળપણ અને ઘડપણ ને એક જેવું કહ્યું છે. ફરક એટલો જ છે કે બાળપણ મા તમે જે કરો છો એની અસર તમારા રોજીંદા જીવન પર નથી પડતી, પણ ઘડપણ મા તમે જાણો છો કે તમે શું કરી રહ્યા છો છતાં એમાં થી બહાર નથી નીકળી શકતા ઉલ્ટાના ભુતકાળને વાગોળી વધારે દુઃખી થાવ છો. આ દેશમાં કદાચ એકલતા નો ભાર સહેવો વધુ અઘરો બનતો હશે પણ હવે તો કદાચ બધે જ સરખું છે. બે પેઢી વચ્ચે નુ અંતર પહેલાં નહોતું એટલું અત્યારે વધી ગયું છે, પણ એમાથી રસ્તો કાઢવો પણ આપણા જ હાથમાં છે.
બે પેઢી વચ્ચે સંતુલન રાખવું અઘરૂં જ છે પણ જો એ રાખતા આવડી જાય અને હમેશ અપેક્ષા પણ ઓછી રાખતાં આવડી જાય તો જીવન એટલું અસહ્ય ન બની જાય.
ઘડપણ આવતાં પહેલાં જો એને આવકારવાની તૈયારી કરીએ તો જીવન સરળ અને સુમધુર બની જાય.

શૈલા મુન્શા. તા. ૦૪/૧૪/૨૦૧૧.

6 Comments »

  1. બહુ સરસ નિરિક્ષણ છે અને તેવો જ ઉત્તમ જવાબ

    બે પેઢી વચ્ચે સંતુલન રાખવું અઘરૂં જ છે પણ જો એ રાખતા આવડી જાય અને હમેશ અપેક્ષા પણ ઓછી રાખતાં આવડી જાય તો જીવન એટલું અસહ્ય ન બની જાય.ઘડપણ આવતાં પહેલાં જો એને આવકારવાની તૈયારી કરીએ તો જીવન સરળ અને સુમધુર બની જાય.

    Comment by vijay shah — April 14, 2011 @ 7:26 pm

  2. Good point but still you have to watch what you say.
    Also ignore and always look the bright side of the person.

    Comment by pravina Avinash — April 15, 2011 @ 1:01 am

  3. સરસ નિરીક્ષણ અને સાચી વાત.
    “હમેશ અપેક્ષા પણ ઓછી રાખતાં આવડી જાય તો જીવન એટલું અસહ્ય ન બની જાય.ઘડપણ આવતાં પહેલાં જો એને આવકારવાની તૈયારી કરીએ તો જીવન સરળ અને સુમધુર બની જાય.”

    Comment by Devika Dhruva — April 15, 2011 @ 12:45 pm

  4. બહુજ સરસ અને સાચી વાત કરી છે , ઘડપણ આવતા પહેલા જો તેને આવકારવાની
    તૈયારી કરીએ તો જીવન સરળ અને સુમધુર બની જાય .

    Comment by Hema Patel — April 18, 2011 @ 3:24 pm

  5. Good story ,vivian should be happy ,all three kids call her atleast once a Wk .
    Here you see kids remember parents only on mother’s day and fathers day.

    Comment by ઇન્દુ શાહ — April 18, 2011 @ 3:38 pm

  6. hey shaila,
    so true….so much common amongst sisters! i envy prashant…kartik.

    Comment by Kartik Pandit — April 21, 2011 @ 5:15 pm

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.