February 3rd 2011

આયનો

આમ તો જાણે સાવ પથ્થરદિલ આયનો.
જોઈ પ્રતિકૃતિ આપની હરખાય આયનો.

લાગે ન નજર ખુદને કોઈની ક્દી.
લગાડતો નજર આપને એ આયનો.

ગાલોની ગુલાબી ને હોઠોની સુરખી,
નીરખી નીરખી શરમાય એ આયનો.

નયનો ના તીર ના છોડો કમાનથી,
તીખી બસ નજરે વિંધાય એ આયનો.

ગોરી કરો ના ગુમાન રૂપ નુ ય આટલું
ભુલો ના કે દેખાડશે હર રૂપ એ આયનો.

શૈલા મુન્શા. તા.૦૨/૦૨/૨૦૧૧.

3 Comments »

  1. કદી જુઠ્ઠું ન બોલે એનું નામ આયનો.
    બહુ જ સરસ વાત કહી.

    Comment by pravina Avinash — February 3, 2011 @ 9:27 pm

  2. ગોરી કરો ના ગુમાન રૂપ નુ ય આટલું
    ભુલો ના કે દેખાડશે હર રૂપ એ આયનો.

    સરસ!વાહ

    Comment by vijayshah — February 4, 2011 @ 12:08 am

  3. આયનો પથ્થર દિલ કદિ ખોટા વખાણ ન કરે
    સરસ

    Comment by indushah — February 4, 2011 @ 12:44 am

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.