બીજ

બીજ એક ધરબાયું ધરતીના પડ મંહી,
ઘેરાયું ઘોર અંધકારે નવજીવનની આશ લઈ.
ના ખબર દિન રાતની,
ના ખબર ચાંદ સૂરજની.
મન અંતરે બસ એક અભિલાષ,
સમાયું જીવન મુજમાં હોય આશ;
ચીરીને છાતી ધરાની ખીલું બની કુંપળ
ના સમજાયને બની જાય છોડ કોમળ,
સહીને આંધી તોફાન બને વટવૃક્ષ
આપે ફળ મધુરાં પશુ પક્ષીનો વિસામો;
ફરી ફરીને એજ ક્રમ, ફળમાંથી બીજ,
જઈ ધરબાતું એ ધરતીને પડ;
ક્રમ માનવજીવનનો એવો
ગર્ભમાં વિકસે એક જીવ જેવો;
જન્મ મરણના લેખાંજોખાં
લખચોરાસીના ફેરાં એવા
શૈલા મુન્શા તા.૧૦/૧૫/૧૦
કુદરતના ક્રમની સુંદર અભિવ્યક્તિ.
Comment by devika dhruva — October 17, 2010 @ 2:45 am