July 1st 2010

વરસાદી મોસમ!

વરસાદી આ મોસમમાં, ચાલ વરસતા જઈએ,
ને ભીની એ મોસમ સંગ, ચાલને ભીંજાતા જઈએ.

ટહુક્યો એ મોરલોને વરસી રે હેલી,
 મોરલાના ટહુકારે, ચાલને ટહુકતા જઈએ.

નીતરતું એ નીર, નેવાની ધારે ધારે,
ટપકંતા એ ટીપે ટીપે, ચાલને ટપકતાં જઈએ.

કાનો રમતો ગેડીદડે,ચમકંતી વીજ સંગ,
વીજળીના ચમકારે,ચાલને ચમકતા જઈએ.

ધરતી  નભ બન્યા એકાકાર,ગરજંતા એ મેઘ-મલ્હારે,
 સખા થઈ એકાકાર બસ તુંને હું આ વરસાદી મોસમે,

ચાલને મનભર વરસતા જઈએ!

શૈલા મુન્શા. તા૦૭/૦૪/૨૦૧૦

6 Comments »

  1. ખુબ સરસ શૈલાબેન.. આમ જ વરસતા રહો ,ચમકતા રહો અને ટહૂકતા રહો…

    Comment by Devika Dhruva — July 2, 2010 @ 12:21 am

  2. શૈલાબેન,
    અતિ સુન્દર કાવ્ય.

    Comment by hema patel . — July 2, 2010 @ 1:25 am

  3. Wonderfrul
    I am ready, are you ready to GET WET

    Comment by pravina Avinash — July 2, 2010 @ 2:57 am

  4. saras bhaavo..

    Comment by vijayshah — July 2, 2010 @ 3:55 am

  5. વરસાદી આ મોસમમાં, ચાલ વરસતા જઈએ,
    મોરલા ના ટહુકારે, ચાલ ટહુકતા જઈએ.

    શૈલાબેન સરસ કાવ્ય છે પણ હવે વરસાદ ગુજરાત પર મહેરબાન થાય તો ખરેખરો આનંદ લઇ શકાય.ખેડૂતો કાગડોળે રાહ જોવે છે.

    http://rupen007.feedcluster.com/

    Comment by RUPEN — July 2, 2010 @ 2:50 pm

  6. Nice & Short Poem.

    Comment by Akshay & Sweta Gandhi — July 2, 2010 @ 3:34 pm

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.