June 19th 2010

પરિભ્રમણ

પૃથ્વી કરતી પરિભ્રમણ સૂર્યની આસપાસ,
ને વળી કરતો ચંદ્ર પરિભ્રમણ પૃથ્વીની આસપાસ.

બાળ કરતું પરિભ્રમણ માની આસપાસ,
ને વળી ભમરો કરતો પરિભ્રમણ ફૂલની આસપાસ.

કરતી નાર પરિભ્રમણ વડલાની આસપાસ,
હરએક પરિભ્રમણે માંગતી દીર્ઘાઆયુ પતિને કાજ.

નીસર્યા કાર્તિકેય ને ગણેશ પરિભ્રમણે,
બન્યા આદિદેવ ગણેશ,
કરીને પરિભ્રમણ માતપિતાની આસપાસ.

ચીંધ્યો માર્ગ સહજ પ્રભુએ, ચૂંટીને પ્રતિનીધિ માબાપને
ભલે ન દિશે ઈશ્વર ચોપાસ, ઠારીને હૈયા માબાપના,
થશે ઉન્નત જીવન, જાણે પરિભ્રમણ ઈશ્વરની આસપાસ.

શૈલા મુન્શા તા. ૬/૧૯/૨૦૧૦

4 Comments »

  1. saras kavita

    Comment by Vijay Shah — June 21, 2010 @ 5:30 am

  2. ચીંધ્યો માર્ગ સહજ પ્રભુએ, ચૂંટીને પ્રતિનીધિ માબાપને
    ભલે ન દિશે ઈશ્વર ચોપાસ, ઠારીને હૈયા માબાપના,
    થશે ઉન્નત જીવન, જાણે પરિભ્રમણ ઈશ્વરની આસપાસ..

    સુંદર ભાવોની અભિવ્યતી પ્રકટ થઈ છે..
    દિવસે દિવસે કલમ ખિલતી જાય છે..જાણી આનંદ થાય છે…બસ લખતા રહો.સરસ્વતિની આરાધના કરતા રહો..

    Comment by vishwadeep — June 21, 2010 @ 1:47 pm

  3. Hi Mom,

    very nice poem… Truly as Vishwadeepbhai says… You keep getting better and better… Keep up and keep writing..

    Comment by Samit Munshaw — June 22, 2010 @ 3:56 am

  4. બહુજ સુન્દર ભાવ, સુન્દર કવિતા.

    Comment by hema patel . — June 29, 2010 @ 4:47 pm

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.