June 3rd 2010

તરસ

દરિયા વચ્ચે તરસ પ્યાસની,
હોય પાણી ચોપાસ તોય
ના બુઝાય તરસ પ્યાસની.

રણ વચાળે દોટ મુકતો માનવી,
નીર એ તો ઝાંઝવાના
ના બુઝાય તરસ પ્યાસની.

ભર્યા અખૂટ ભંડાર,
તોય આ પામુ ને તે પામુ
ના બુઝાય તરસ લાલસાની.

મરણની ક્ષણ ન થાય એક પળ આઘીપાછી,
પહેરી અમરત્વ નો પટ્ટો
ના બુઝાય તરસ જીજીવિષાની.

રે માનવી ક્યારે ખુલશે આંખ!
પ્રભુએ દીધી જીંદગાની
બુઝાવી લે પ્યાસ કરીને જગભલાઈ.

શૈલા મુન્શા. તા. ૦૬/૦૨/૨૦૧૦

5 Comments »

  1. મરણની ક્ષણ ન થાય એક પળ આઘીપાછી,
    પહેરી અમરત્વ નો પટ્ટો
    ના બુઝાય તરસ જીજીવિષાની…very nice abhivyakti..keep it up

    Comment by vishwadeep — June 3, 2010 @ 5:38 pm

  2. ભર્યા અખુટ ભંડાર,તોય આ પામુ તે પામુ,ના બુઝાય તરસ લાલસાની.
    બહુજ સરસ રચના.

    Comment by hema patel . — June 3, 2010 @ 9:43 pm

  3. રે માનવી ક્યારે ખુલશે આંખ!
    પ્રભુએ દીધી જીંદગાની
    બુઝાવી લે પ્યાસ કરીને જગભલાઈ.

    Time is running out. Do “Good Deeds.”

    Comment by pravinash — June 4, 2010 @ 1:48 am

  4. પ્રભુએ દીધી જીંદગાની બુઝાવી લે પ્યાસ કરીને જગભલાઈ.
    Nice Kavita but better to use Gujarati words instead of Hindi since it is Gujarati Kavita.

    Comment by Akshay & Sweta Gandhi — June 5, 2010 @ 3:08 pm

  5. અક્ષયભાઇ અને સ્વેતાબેન ને બુઝાવી લે પ્યાસ હિન્દી લાગે છે
    જે મારા નમ્ર મતે ગુજરાતી છે
    જે બુઝાવી લે પ્યાસ થી ફલીત થાય જે હીન્દીમા હોત તો બુઝા લે પ્યાસ લખાત

    Comment by vijay Shah — June 6, 2010 @ 4:35 am

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.