મેહુલિયો
Posted by shailamunshaw on 20 Jul 2009 at 04:50 pm | Tagged as: કાવ્યો
ગોરંભાતું ગગન ગાજતું ને,
સનસન વીજ સબાકા.
ઘનઘોર વાદળની ગર્જન
જાણે ધ્રબુકતાં ઢોલ નગારા
ઝીંકાતો મેહુલિયો સાંબેલાધાર
કરતો ધરા ને ગગન એકાકાર
પાણીની રેલમછેર ચારેકોર ને
છબછબિયાં કરતા નંદકિશોર
વિમાસે ગોરી નીરખી ને હેલી
થાય અધીરા નયન, મળવાને ઘેલી.
કેમ થાશે પૂરા ઓરતા,
ક્યારે મળશે પ્રીતમ અનેરા?
સાગરની ભરતી ઉભરાય એના હૈયે
ઘેરાયો ઉન્માદ એના અંગેઅંગે.
હૈયાના ઉમટ્યા પુર તોડીને કાંઠા બેફામ
આશ હ્રદયે, ભેટશે સુકાની થામીને તોફાન
લઈ હલેસાં હાથમા કરશું જીવનનૈયા પાર
થઈ પ્રેમસમાધિમાં મગન છેડશું રાગ મલ્હાર.
શૈલા મુન્શા તા.૭/૧૮/૨૦૦૯