November 17th 2007

ઝરણુ

ખળખળ વહેતું ઝરણુ નિજાનંદ માં મસ્ત
હસતું રમતું વહે પ્રક્રુતિની ગોદમા વ્યસ્ત.

કલકલ નાદે કરે એ તો પંખી સાથે કલરવ
ખીલ્યા ઉપવને જાણે ભ્રમર કરતો ગુંજારવ.

તરસ્યા પ્રાણીઓની ભાંગે તૃષા
નહિ કોઈ આશ નહિ અપેક્ષા

ક્યાં જનમ્યું ક્યાં વિલીન થયું કોણ કરે પરવા?
મળી જે જિંદગાની વિતાવી ધરતીએ વિહરવા.

ના પર્વતનો વિયોગ, ના સાગરને મળવાની મહેચ્છા;
નિત કામ આવું બસ સર્વને, હોય હૈયે એજ ઈચ્છા!

પ્રભુ પ્રાર્થના બસ એટલીજ મુજ હૈયે રહેતી,
વહે મુજ જિંદગી નિર્મળ ઝરણા સમી વહેતી!!

શૈલા મુન્શા તા. ૦૮/૨૫/૨૦૨૦

1 Comment »

  1. શૈલાબહેન,
    સ્વબોધ આપતું સરસ કાવ્ય છે.આ સાથે કવિ શ્રી સુરેશ દલાલનું કાવ્ય આવે છે,
    “આપણે તો આપણી રીતે રહેવું,
    ખડક થવું હોય તો ખડક,
    નહિ તો નદીની જેમ વહેવું.
    -ઘનશ્યામ
    http://ghanshyam69.wordpress.com/

    Comment by ghanshyam — October 5, 2009 @ 4:28 pm

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.