પંખીનો માળો
થઈ જીંદગીની શરૂઆત યૌવને
વસાવ્યો સંસાર યૌવને.
બન્યું જીવન મધુરૂં,
બાળકોના આગમને.
ન રહ્યું સાનભાન સમય કેરૂં
પહોંચ્યા બાળુડા યૌવનને પગથારે.
જીવનની એ ઘટમાળ મહી
જોયા રંગ અવનવા
કદી ચડતી કદી પડતી, પણ વહેતી રહી જીંદગી
એકબીજાના સથવારે.
પાંખો આવી ઊડી ગયા પંખી
ગોઠવાયા નિજ માળામાં
વહેતી રહે જીવનનૌયા એમની સદા
સુખ શાંતિના વહેણમાં.
જીવનસાથી, સાથ આપણો એકબીજાને
આધાર આપણો એકબીજાને
બસ જીવી લઈએ આ જીંદગાની
એકબીજાના સથવારે.
શૌલા મુન્શા તા.૫/૯/૨૦૦૯
વૌશાખ સુદ પુનમ. (૩૬મી લગ્ન જયંતી નિમિત્તે પ્રશાંતને અર્પણ)
જીવનસાથી, સાથ આપણો એકબીજાને
આધાર આપણો એકબીજાને
બસ જીવી લઈએ આ જીંદગાની
એકબીજાના સથવારે.
અભિનંદન્. આગોતરા…
Comment by vijayshah — May 6, 2009 @ 1:41 am
Hi Momma,
Very Very touching poem…
Love you
Babudi
Comment by Samit — May 8, 2009 @ 9:21 am
જીવનસાથી, સાથ આપણો એકબીજાને
આધાર આપણો એકબીજાને
બસ જીવી લઈએ આ જીંદગાની
એકબીજાના સથવારે.
અમો છત્રી(૩૬)ની બહાર નિકળી ગયાં તમો છત્રીમાં આવ્યાં!બસ..તમો બન્ને સાચા મિત્રો છો..એક બીજાના..સદા સાચા મિત્ર બની રહો એજ શુભેચ્છા..
પ્રેમની જ્યોત સદા જલતી રહે..
Please accept our heartily congratulation..
Comment by વિશ્વદીપ બારડ — May 25, 2009 @ 10:52 pm