તરસ
દરિયા વચ્ચે તરસ પ્યાસની,
હોય પાણી ચોપાસ તોય
ના બુઝાય તરસ પ્યાસની.
રણ વચાળે દોટ મુકતો માનવી,
નીર એ તો ઝાંઝવાના
ના બુઝાય તરસ પ્યાસની.
ભર્યા અખૂટ ભંડાર,
તોય આ પામુંને તે પામું
ના બુઝાય તરસ લાલસાની.
પહેરી અમરત્વનો પટ્ટો
જીવે અબુધ આ માનવી
ન થાય મરણની પળ એક આઘી,
તોયે ના બુઝાય તરસ જીજીવિષાની.
રે માનવી ક્યારે ખુલશે આંખ?
પ્રભુએ દીધો માનવ અવતાર
બસ સાર્થક આ જીવન કરી જગભલાઈ.
શૈલા મુન્શા. તા. ૦૬/૦૨/૨૦૧૦
મરણની ક્ષણ ન થાય એક પળ આઘીપાછી,
પહેરી અમરત્વ નો પટ્ટો
ના બુઝાય તરસ જીજીવિષાની…very nice abhivyakti..keep it up
Comment by vishwadeep — June 3, 2010 @ 5:38 pm
ભર્યા અખુટ ભંડાર,તોય આ પામુ તે પામુ,ના બુઝાય તરસ લાલસાની.
બહુજ સરસ રચના.
Comment by hema patel . — June 3, 2010 @ 9:43 pm
રે માનવી ક્યારે ખુલશે આંખ!
પ્રભુએ દીધી જીંદગાની
બુઝાવી લે પ્યાસ કરીને જગભલાઈ.
Time is running out. Do “Good Deeds.”
Comment by pravinash — June 4, 2010 @ 1:48 am
પ્રભુએ દીધી જીંદગાની બુઝાવી લે પ્યાસ કરીને જગભલાઈ.
Nice Kavita but better to use Gujarati words instead of Hindi since it is Gujarati Kavita.
Comment by Akshay & Sweta Gandhi — June 5, 2010 @ 3:08 pm
અક્ષયભાઇ અને સ્વેતાબેન ને બુઝાવી લે પ્યાસ હિન્દી લાગે છે
જે મારા નમ્ર મતે ગુજરાતી છે
જે બુઝાવી લે પ્યાસ થી ફલીત થાય જે હીન્દીમા હોત તો બુઝા લે પ્યાસ લખાત
Comment by vijay Shah — June 6, 2010 @ 4:35 am