March 30th 2013

કેમ!

રંગોની આ દુનિયામા એક માનવી બેરંગ કેમ?
ભીતર હોય રૂપ જુદું, અને બહાર જુદો રંગ કેમ!

માંહ્યલું ખદબદે બેસુમાર ક્રોધ ને નફરતથી,
મુખ પર ઓઢે મુખવટો, નમ્રતા ને પ્રેમ નો કેમ?

ધરતી ને પેટાળ ભલેને ભભુકતો હોય લાવા ભરપુર,
ધરા એ વ્હેતો એજ લાવા, બને ફળદ્રુપ જમીન કેમ!

પાનખરે ખરી પડતાં પર્ણ ને ઉજડતું દિશે એ વૃક્ષ,
સદા મહોરી ઊઠે લીલી કુંપળે, વસંતના આગમને કેમ!

મળે ના ઉત્તર કદીયે એ વાતનો, કરો લાખ જતન
વાવો બસ એક જ બીજ, ને મળે હજારો ફળ કેમ!

અનેરો કોઈ સંકેત કુદરતનો,એટલું શીખે જો માનવી
અસત્યોથી ભરી દુનિયામા, જીતે હમેશ સત્ય જ કેમ!

રંગોની આ દુનિયામા એક માનવી બેરંગ કેમ?
ભીતર હોય રૂપ જુદું, અને બહાર રંગ જુદો કેમ!

શૈલા મુન્શા. તા. ૦૩/૩૦/૨૦૧૩

2 Comments »

  1. ખુબ સુંદર. ગઝલ ગમી. કુદરતની વાતને સમજવી સરળ નથી, તેનો અણસાર આપની ગઝલમાં જોવા મળ્યો. અભિનંદન.

    Comment by Rajesh Patel — April 5, 2013 @ 2:54 pm

  2. અનેરો કોઈ સંકેત કુદરતનો,એટલું શીખે જો માનવી
    અસત્યોથી ભરી દુનિયામા, જીતે હમેશ સત્ય જ કેમ!

    bahu ja saras. mazaa aavI gai

    Comment by Vijaykumar Shah — April 5, 2013 @ 3:00 pm

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.