આંસુ
છલકે બની ખુશી એ આંસુ,
રેલાય બની વેદના એ આંસુ.
આંખથી જાય વહી એ આંસુ,
રહી જાય દિલમાં આહ બની આંસુ!
ના રંગ દિશે કોઈ એ આંસુનો,
છતાં ભાત અનેરી એ આંસુની.
કોઈ વહાવે મગરના આંસુ,
ક્યાંક વહે બની પશ્ચાતાપ આંસુ.
બાળની ઠોકર, સાગર બને માતના આંસુ,
હોય પાસે કે દૂર, બની આશીર્વાદ વહે માના આંસુ.
ચીરીને છાતી ધરાની વહે છે અગન લાવા જેમ,
બની જગદંબા હણે આતંકી વહાવી લોહીના આંસુ!
નથી કોઈ કમજોરી અબળાના એ આંસુ,
એક એક ટીપે કરે હેવાનિયતનો નાશ એ આંસુ.
શૈલા મુન્શા તા. ૦૨/૧૦/૧૧
ભાત ભાતના આંસુ , છતાંય હૈયુ ઠાલવે આંસુ
ખુબ સરસ વાત કહી
please visit
http://www.pravinash.wordpress.com
Comment by pravina Avinash — February 10, 2011 @ 9:56 pm
આંસુની ભાષા આપણને ઘણુ બધુ કહે છે, તેમાં શબ્દોની જરૂર પડતી જ
નથી .બહુજ સરસ શૈલાબેન !
Comment by hema patel. — February 11, 2011 @ 10:42 am
સરસ વાત આંસુની
Comment by indushah — February 11, 2011 @ 4:02 pm