October 8th 2010

શમણુ

શમણુ એક આવીને સરી ગયું ને યાદોના ઉપવન ખીલવી ગયુ.

પળ પળ કરી એકઠી ને સીંચ્યો એ બાગ, ઝુમતા એ ફુલ ફેલાવી સુવાસ,
પંખીણી એ મારી પરી સમ લહેરાતી, લહેરાતા એ ફુવારા સંગ
નાચતી ને કુદતી એ હરિયાળા તૃણ પર બની નાનકડી બાળ

દિકરો થયો પતિ, તોય લડાવતો મુજને લાડ,
દિકરી રૂપે આવી ગૃહલક્ષ્મી ભરીને હૈયામા ભાવ
હરખાતું હૈયું ને ઠરતી એ આંખ નીરખી એ જોડલીનુ વહાલ.

થઈ બાળક બસ કરતાં ધમાલ, આ ખાવું ને તે ખાવું નીત નવી માંગ.
સપનાનો દોર પહોંચે બાળપણને તીર, નાનકડો બટુક આવે પાંપણને કોર
ભાસ કે આભાસ, કે સ્વપ્ન એ જ સત્ય, હતા શું બટુક ને રીકુ અમારી પાસ?

થોડી એ પળો ને થોડો એ સાથ, બની સભર સભર બાકીની રાત
શમણું એક આવીને સરી ગયું ને યાદોના ઉપવન ખીલવી ગયું.

શૈલા મુન્શા તા.૧૦/૦૭/૧૦ (દિકરા-વહુની મીઠડી પણ ટુંકી મુલાકાત બાદ)

7 Comments »

  1. થોડી એ પળો ને થોડો એ સાથ, બની સભર સભર બાકીની રાત
    શમણું એક આવીને સરી ગયું ને યાદોના ઉપવન ખીલવી ગયું.

    સુંદર ભાવ .શમણૂ..યાદમા પરિણમે…બસ આવી રીતેજ લખતા ર્હો.

    Comment by vishwadeep — October 8, 2010 @ 8:44 pm

  2. સપનાનો દોર પહોંચે બાળપણને તીર…વાહ,ખુબ સરસ..શૈલાબેન.યાદોના તમારા ઉપવનમાં અમે પણ ફર્યાં.હ્રદયના આનંદની સુંદર અભિવ્યક્તિ.”કે સાચું એ સત્ય” ને બદલે તમારું આ ” સ્વપ્ન એ સત્ય” કરો તો ?!!!!

    Comment by Devika dhruva — October 8, 2010 @ 10:05 pm

  3. થોડી એ પળો ને થોડો એ સાથ, બની સભર સભર બાકીની રાત
    શમણું એક આવીને સરી ગયું ને યાદોના ઉપવન ખીલવી ગયું.

    Short and sweet visit
    wonderful memories

    Comment by pravina Avinash — October 10, 2010 @ 12:18 am

  4. Beautiful!!!!
    આંખો ભીની થઈ ગઈ.

    Comment by parul gandhi — October 11, 2010 @ 6:43 pm

  5. Very beautiful and sweet poem.
    love,
    batuk & Riku

    Comment by samit- riku — October 12, 2010 @ 6:38 pm

  6. Shaila,
    Awesome.
    “Papan kharekhar bhini thaiee gayi”
    Bhau sunder poetic and touching poem from your heart.
    thank you so much for bringing back “mulayam ane bhini bhini yaado”
    “Love you so much and our kids.
    Bus avunj sunder sundr lakhti rahe avi mari abhilasha.
    Prashant

    Comment by Prashant Munshaw — October 15, 2010 @ 6:27 pm

  7. માતાનુ વાસ્ત્યલ્ય છલકી રહ્યુ છે , આ પ્રેમ અમુલ્ય અને અનહદ છે,
    માતાના પ્રેમ જેવો નિસ્વાર્થ પ્રેમ આ ધરતી પર બીજે ક્યાં નહી જોવા
    મળે.

    Comment by hema patel. — October 16, 2010 @ 12:10 pm

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.