Tuesday, March 4th, 2008
Daily Archive
Daily Archive
Posted by shailamunshaw on 04 Mar 2008 | Tagged as: કાવ્યો
કરે ઈશારો આંખડીને સમજી જાય મન
બને નજર તીરછી ગોરીની ને,
ઘેલાં બને સહુ જન.
આંખો આંખોની ભાષામા નહિ શબ્દોનુ કોઈ કામ
ભલે કહેવાય પ્રેમ આંધળો,
પણ દિઠા વિના નવ થાય પ્રેમ.
દિઠા વગરના આર્શિવાદે,
બની દ્રૌપદી પાંચ પતિ તણી ભર્યા,
ને છતી આંખે બન્યો દુર્યોધન આંધળો
થયો યુગસંહાર, રચાયું મહાભારત એ કારણે.
પડી કુદ્રષ્ટિ રાવણ કેરી સીતા પર
થયો લંકાકાંડ ને રચાયું રામાયણ એ કારણે.
દ્રષ્ટિ દ્રષ્ટિમા બહુ ભેદ ભાઈ
કોઈને લાગે જગ મિથ્યા, ને કોઇને નવચેતના નો સ્રોત.
પડે જો અમી દ્રષ્ટિ જગતનિયંતા કેરી,
બને આ જગ ખુદ એક સ્વર્ગ.
શૈલા મુન્શા ૩/૨/૨૦૦૮