પ્રેમ
Posted by shailamunshaw on 06 Feb 2008 at 02:52 am | Tagged as: સંકલન, કાવ્યો
પ્રેમ કાંઇ ત્રાજવે તોળાતો નથી,
એ તો બસ થઈ જાય છે.
કર્યા દિદાર તારા જે ઘડી
બે ઘડી મિલન ની આશમા,
કાંઇક ઘડીઓ વહી જાય છે.
ન નડે ઉમર નો તકાજો ન ભાષાની ભૂતાવળ
નજરું મળી ન મળી ત્યાં હૈયું હરખાય છે.
ક્યાં નડે છે એને સ્થળ કાળ ની સીમા
ઘંટડી રણકે જ્યાં ફોન ની,
ઘંટારવ થઈ જાય છે.
થયો ઘંટારવ મળ્યા જે ક્ષંણે, બન્યા સાથી જીવનભરના
મહેકી ઊઠ્યો જીવનબાગ બે માસુમ ફુલોના સથવારે.
ન તોળવાની જફા ના કાંઇ લેખાજોખા
પ્રેમ તો એ જે દિનરાત બસ વધતો જાય છે.
પ્રેમ કાંઇ ત્રાજવે તોળાતો નથી
એ તો બસ થઈ જાય છે.
શૈલા મુન્શા (૨/૫/૦૮)
જે થઈ જાય તેનું જ નામ પ્રેમ.
જે કરવો પડે તે વહેમ.
મારી વાત બરાબર છે ને?
જે થઈ જાય તેનું જ નામ પ્રેમ્.
જે કરવો પડે તે તો હોય વહેમ.
સાચી વાત ને શૈલાબેન.
પ્રેમ તો બસ થઈ જાય છે
ક્રવો પડે એ તો વહેમ છે.
ન તોળવાની જફા ના કાંઇ લેખાજોખા
પ્રેમ તો એ જે દિનરાત બસ વધતો જાય છે.
સુંદર !! બસ આવી રીતેજ આગળ ધપો-વધો..
ન તોળવાની જફા ના કાંઇ લેખાજોખા
પ્રેમ તો એ જે દિનરાત બસ વધતો જાય છે.
સુંદર..બસ આવી રીતેજ વધો-ધપો
there is anyway , comments may be post on?? I wrote few comments but it;s not been published on this site