શું કરૂં
યાદના દીપક જલાવી શું કરૂં?
અતીતના આવરણ ઉવેખી શું કરૂં!
સૂરજની રોશની જ્યાં ઓછી
ઘરનો ચિરાગ જલાવી શું કરૂં.
શમા લાખ ચાહે, ન પાસે પરવાન
અણસુણી કરી ઝંપલાવે પરવાન, શું કરૂં!
સમંદર વલોવે નીકળે હળાહળ
રાખી આશ અમરતની, શું કરું!
ચાલે તો બસ મરજી ઈશ્વરની
શરતમાં મુકી હામ શું કરૂં,
યાદના દીપક જલાવી શું કરૂં.
શૈલા મુન્શા. તા. ૦૬/૦૩/૨૦૧૧
“ક્યાંક તો ચાલે મરજી ઈશ્વરની,
શરતમાં મુકી હામ શું કરું,
યાદોંના દિપક જલાવી શું કરૂં?”
ખુબજ ઉંડાણપૂર્વક અને મર્મસ્પર્શી પંકતિઓ. ઈશ્વરને કરેલી અરજીઓ પણ ક્યારેક નાકામ નીવડે એવી યાદોને શું કરું!!!?
પ્રશાંત
જૂન ૩,૨૦૧૧
Comment by Prashant Munshaw — June 3, 2011 @ 8:43 pm