નવરાત્રી!!
આવી નવલી રાત કરીએ મા અંબાને સાદ
પુજન અર્ચન કરી શરૂ કરીએ નવરાત્રીની રાત
હર નારીમાં હોય જગદંબાનો વાસ,
બની કાળકા, ભાલે સિંદુર, કરે શત્રુનો નાશ.
નથી હોતી અબળા હર કોઈ નારી સદા,
પડકારો સામે ના એ ઝુકી, ના હારી સદા
બની મા અંબા પૂજાતી રહી જગમાં જે સદા,
હણવા રિપુને એ જ બની દુર્ગા રહી ડારી સદા!
મહિષાસુરમર્દિની ધરી ત્રિશુળ કરે ભેંશાસુરનો નાશ
બની શૈલપુત્રી કરતી હિમાલય પર વાસ.
રુમઝુમ કરતી આવી રાત, રંગેચંગે રમીએ રાસ
બસ સમજો એટલું હર નારીમાં જગદંબાનો વાસ.
હર નારીમાં જગદંબાનો વાસ
શૈલા મુન્શા તા૧૦/૦૨/૨૦૧૬