શિક્ષકદિન
મન હિંચોળે આનંદે, હૈયું પણ હરખાય;
લાગણીના પુર ઉમટે, પ્રેમ જ્યાં પરખાય!
કરે કો યાદ, દુર દેશાવરથી ભાવભર્યા હૈયે;
વહે પ્રેમના પુર, મોતીબિંદુ સા અશ્રુ ઝર્યે!
અપનાવી માતાની પ્રકૃતિ, નિભાવી એ જ પ્રવૃતિ;
થઈ પુરી આશ, બની શિક્ષિકા ન લીધી નિવૃતિ!
વાવ્યું એક બીજ પ્રેમથી, સીંચી ભણતરનુ;
બન્યુ એ વટવૃક્ષ આજે, અગણિત વળતરનુ!
એ શિષ્યોથી ગૌરવ અમારું શિક્ષક હોવાનું;
ઝળહળશે પ્રેમજ્યોત એક યાદ બની રહેવાનુ!
સહુ વિધ્યાર્થીઓને સમર્પિત જેમના હ્રદયમાં આજે પણ પોતાના શિક્ષક માટે પ્રેમ, સન્માન અને આદર છે.
શૈલા મુન્શા તા.૦૯/૦૫/૨૦૨૦