March 21st 2020

રમત ખિસકોલીની!

પડે સવારને લોક કરે ચિંતા કાલની,
ને પેલી ખિસકોલી બેઠી એ ડાળી વૃક્ષની;
ખાય કેવી મજેથી કતર કતર ઠળીયું,
ગુમાન એવું, જાણે સ્વર્ગ સુખ મળીયું.

જોયું જ્યા મેં સામે એની,
પૂંછડી થઈ ગઈ ટટ્ટાર જેની;
જાણે પડ્યો સ્વાદમાં ભંગ,
બદલાયો ચહેરાનો રંગ!

તતડાવી ડોળા નજર જોરદાર,
કોણ છે બીજું ખલેલ કરનાર?
વટથી કર્યું સ્થાન ગ્રહણ એવું
સમજી મુજને કોઈ તુચ્છ જંતુ!

રમત હશે આ ખિસકોલીની રોજ,
આજ મળી મુજને એવી મોજ,
ભુલીને ચિંતા સહુ કાલની,
માણી મસ્તી બસ આજની.

મળી જે પળ નિંરાતની,
સંગત મારીને ખિસકોલીની;
નિર્દોષ આનંદને નવ વર્ષનું પ્રભાત,
જીવંત રહે આ બાળપણ દિન રાત.
શૈલા મુન્શા તા ૦૨/૦૧/૨૦૨૬

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.