વેરાઈ ગયા !!
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા વેરાઈ જોવાઈ રેલાઈ ભીંજાઈ ભૂલાઈ સંતાઈ રોકાઈ દેખાઈ
ગૂંજતી રૈ બાંસુરીને સૂર વેરાઈ ગયા.
થાપ તબલાંની પડી પણ નાદ રૂંધાઈ ગયા!
ફૂટતી જ્યાં એક કૂંપળ ભેદતી પાષાણ એ,
બીજ પાંગરતા વિકસતા છોડ કરમાઈ ગયા!
અડગ રહ્યા જે કુમળા છોડ ઝીલી રવિકિરણો,
મૃદુ સ્પર્શે એ પાન લજામણીના બિડાઈ ગયા!
ભલે ના જોયું પાછા વળી ગોકુળ કદી કૃષ્ણે,
બંસરીના એ સૂર રાધાને હૈયે રેલાઈ રહ્યા!
કવચને કુંડળ દઈ દાનમાં, કર્ણ બન્યો મહાદાની,
જોઈ ગુરૂદક્ષિણા એકલવ્યની, હૈયા ભીંજાઈ ગયા!
ગૂંજતી રૈ બાંસુરીને સૂર વેરાઈ ગયા.
થાપ તબલાંની પડી પણ નાદ રૂંધાઈ ગયા!
શૈલા મુન્શા તા.૦૫/૦૪/૨૦૧૯
ખૂબ સુંદર રીતે શબ્દોની ગૂંથણી કરી સરસ સજાવટ કરી છે.
ખૂબ સરસ…. શૈલાબેન
આવી રીતે જ લખતા રહો ને શબ્દોની સાધના કરતા રહો.
Comment by રાજેશ પટેલ — May 8, 2019 @ 8:05 pm
Nice.
Comment by Rupal Shah — May 8, 2019 @ 8:06 pm
ખુબ સરસ રચના શૈલાબેન..
Comment by મુકેશ જોશી — May 8, 2019 @ 8:07 pm
Keep creating..
Good luck!
Comment by વિનોદ પટેલ — May 8, 2019 @ 8:09 pm