સદા
હોય ભલે ને પાસે તોય દુર સદા,
મિલનની આશ તોય વિરહ સદા.
ક્ષિતીજે મળતાં આ ધરતી ને નભ,
ભ્રમણા એ નજરની, બસ દુર સદા.
પ્રેમીને મન કૃષ્ણ રાધાની પ્રીત અમર,
ગયો કાનો છોડી ગોકુળ, અટુલી રાધા સદા.
મુસીબતોની ખાઈમાં છોને ઘેરાય માનવી,
હો હામ હૈયે તો, થાય ઊભો માનવી સદા.
વિનંતી બસ પ્રભુ ને કરૂં આજ એટલી,
ઝીલી પડકાર, ઝઝુમું જીવનભર સદા.
હોય ભલેને પાસે તોય દુર સદા,
મિલનની આશ તોય દુર સદા.
શૈલા મુન્શા. તા ૦૫/૨૦/૨૦૧૩
લખતા રહો છો,લખતા રહો સદા
લખવામાં જ આનંદ,લેતા રહો સદા !
લલિત પરીખ
Comment by Lalit Parikh — May 23, 2013 @ 10:46 pm