જીવવાની આશમાં
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
જીવવાની આશ માં પણ મોત ઠેલાતું નથી,
ને મરણ પામે કદી પાછું એ જીવાતું નથી.
બાળપણ જાતાં યુવાની ખટખટાવે બારણાં,
ખેલ પાંચીકા કે ખોખો કેમ છોડાતું નથી?
ક્ષણ જનમની ઓરતા પૂરા કરે માબાપના,
હેત હૈયાનું તો કદી કોઈથી છુપાતું નથી.
ભલે સાગરમાં હોય ભરતી ને ઓટ હરદમ,
સરી જતું યૌવન, કેમે કરી પાછું પમાતું નથી.
જગ કરે હાંસી તે જીરવવું છે અઘરૂં,
પી ને હળાહળ, સહુ થી શંકર બનાતું નથી.
જીવવાની આશમાં પણ મોત ઠેલાતું નથી,
ને મરણ પામે કદી પાછું જીવાતું નથી.
શૈલા મુન્શા. તા. ૦૨/૨૭/૨૦૧૩.