અંતર
અંતર ન રહે સ્વજનો થી
કદી ય અંતર થી.
ભલે વસે સૌ જોજનો દુર,
તોય કદીના અંતર, અંતર થી.
કદી કો સાવ નજદીક ને
પુરાયના અંતર કદી,
ભલે નજરો થી ઓઝલ તો યે
છલકાય જાય અંતર કદી.
રહી જાય રાત અધુરી,
ને રહી જાય વાત અધુરી.
રોક્યું રોકાયના જો હૈયું,
તો વહી જાય વાત અંતર થી.
વહેતી નદીના કિનારા બે,
રહે સામ સામે તોય અંતર,
જો હો ચાહતને, બસ વિશ્વાસ
એક પુલ મિટાવે સદા એ અંતર.
અંતર ન રહે સ્વજનો થી
કદી ય અંતર થી,
એક જ્યોત ઝગમગે
શ્ર્ધ્ધાને પ્રેમ ની અંતર થી.
શૈલા મુન્શા. તા ૦૧/૦૪/૨૦૧૨
અમુક સવાલ એવા હોઈ છે જેના કોઈ જવાબ નથી હોતા.
જેના જવાબ સરળ હોય છે તે એવા કમાલ નથી હોતા
અમુક દરદ એવા હોઈ છે જેના કોઈ મલમ નથી હોતા.
જેના મલમ સરળ હોય છે તે દિલના દરદ નથી હોતા
રસેશ
Comment by રસેશ દલાલ — January 4, 2012 @ 9:29 pm