વીતેલાં વર્ષો
વીતેલાં વર્ષો યાદોનો ખજાનો ભરી જાય,
ને બાકી જે પળ, દિલનુ ચેન હરી જાય!
વર્ષોની બાદબાકીને જીવનનો ગુણાકાર,
સરવાળે તો થઈ જાય દુઃખોનો ભાગાકાર!
વર્ષ એક ઉમેરાયને, અંત ઘડીનો ભાસ,
મનની મુરાદ એવી, મળે અમરત્વ કાશ!!
ચકડોળ ચાલે જિંદગીના સુખ દુઃખનું કેવું,
વલોવી હળાહળ, નિતારે અમૃતકુંભ જેવું!
વહીખાતાંમાં હિસાબ નફાતોટાનો જ લખાય,
મરણ બાદ માનવીના સત્કર્મો સદા જોવાય!
શૈલા મુન્શા. તા. ૧૨/૨૨/૨૦૨૦
“વર્ષોની બાદબાકી ને જીવન નો ગુણાકાર
બસ એક પળ, મસ્તીનો ખુમાર આપી જાય.”
What a Masterpiece lines. Just live today in present.
Prashant Munshaw
Dec.14,2011
Comment by પ્રશાન્ત મુન્શા — December 15, 2011 @ 2:00 pm
wah taj…..shaila…..keep it up
Comment by Kartik Pandit — December 15, 2011 @ 9:41 pm