પુરો થાય છે.
સપના પુરા થતા નથી, રાત પુરી થાય છે.
સૂરજ કાંઈ આથમતો નથી, દિવસ પુરો થાય છે.
હોય જીવવાની જીજીવિષા, પણ જીવાતું નથી,
હોય જીંદગી બાકી ને લાગણી પુરી થાય છે.
અફાટ રણ વચાળે લહેરાતું પાણી,
પ્યાસ બુઝતી નથી, દોટ પુરી થાય છે.
પહોંચ્યો માનવી ચંદ્ર પરે, ને પહોંચશે મંગળ પર,
જગવવા જ્યોત પ્રેમની, જન્મારો પુરો થાય છે.
પામવો પ્રભુ સહેલો નથી ઓ માનવી,
ભક્તિ જો પડે ઓછી, તો આયખું પુરું થાય છે.
શૈલા મુન્શા. તા.૧૧/૦૯/૧૦
Very nice observation about time and life.
“Which ends”.
Comment by pravinash — November 9, 2010 @ 9:06 pm
પામવો પ્રભુ સહેલો નથી ઓ માનવી,
ભક્તિ જો પડે ઓછી ,તો જનમ પુરો થાય છે .
બહુજ સરસ, ચિન્તનથી ભરેલ રચના .
Comment by hema patel. — November 9, 2010 @ 9:07 pm