ઝંખના

ઝંખનાની ડાળીએ ઉગે ન ફૂલ કદી,
ઝાંઝવાના જળ બુઝાવે ન તરસ કદી.
હથેળીમાં સમાય ન આકાશ કદી,
ગાગરમાં સમાય ન સાગર કદી.
વહેતી હવા બંધાય ન મૂઠ્ઠીએ કદી,
ઊડતી ડમરી, ઝીલાય ન ખોબલે કદી.
ઝંખવાથી ઝાંખી પ્રભુની થાય ન કદી,
ઝંખનામાં ઉમેરાય ભક્તિ,
પૂર્ણ થાયે ઝંખના પ્રભુદર્શનની.
શૈલા મુન્શા. તા.૦૭/૧૩/૨૦૧૦
ઝંખવાથી ઝાંખી પ્રભુની થાય ન ક્દી
ઝંખનામાં ઉમેરાય ભક્તિ
પુર્ણ થાય ઝંખના પ્રભુ દર્શનથી.
શૈલાબેન,ઘણીજ સુન્દર રચના.
Comment by hema patel . — July 13, 2010 @ 11:36 am