શબ્દ
શબ્દને મૌન હોય એમ પણ બને,
અને વળી શબ્દથી કોઈ ઘવાય;
એમ પણ બને.
શબ્દની માયાજાળ અનોખી
કોઈને તારે, કોઈને ડુબાડે,
કોઈને હસાવે, કોઈને રડાવે
એ ખુબી શબ્દની.
પહોંચે માનવી ઉન્નતિના શિખરે,
બસ એક શબ્દ થકી,
અને વળી એજ શબ્દ બને
સીડી પતન કેરી.
છૂટ્યું તીર કમાનથી વળે ન પાછું,
ન વળે પાછો શબ્દ, છૂટ્યો જે જબાનથી.
ઘડી સોચે ઘડી થોભે જો માનવી બોલતાં પહેલા,
ન રહે કોઈ વેરઝેર, ના કોઈ લડાઈ જગમાં.
કદી બને એવું, બને શબ્દ નિઃશબ્દ!
સાથ જો હો પ્રિયજન તો,
બસ બોલતી રહે આંખો અને
મૌન બને શબ્દ.
શૈલા મુન્શા. ૨/૧૧/૨૦૦૯