આવી પાનખર!
કદી ધાર્યું નહોતુ આવશે પાનખર,
પણ ભર વસંતે આવી પાનખર!
વૃક્ષે વિંટળાતી એ વેલને ફુટી એક કુંપળ,
લહેરાય એ કુંપળ, તે પહેલા આવી પાનખર!
છબી મનોહર કલ્પી મનગમતા સાથની,
ચિતરાય અવનવા રંગે, તે પહેલા આવી પાનખર!
હૈયા મહી સળવળે સપના જીવન માણવાના,
ભર યૌવને તડપાવતી, આવી પાનખર!
કદી એમ ધાર્યું નહોતું, આવશે પાનખર,
ઘવાઈ જીંદગીને, ભર વસંતે આવી પાનખર!
શૈલા મુન્શા. તા ૧૨/૦૫/૨૦૨૬
www.smunshaw.wordpress.com