January 31st 2010

શબ્દ અને અર્થ

૧-કળાઈ
૨-કંગાલિયત= દૈન્ય,ગરીબી નિરાધાર સ્થિતી
૩-કામચલાઉ= કામ ચલાવવા પૂરતું, હંગામી
૪-કાયદેસર= કાયદા મુજબ
૫-કારકિર્દી= કારભાર દરમિયાન નો સમય, અમલ દરમિયાન કરેલું કામકાજ
૬-કાલીઘેલી= કાલી અને ઘેલી, અણસમજવાળી, બાલિશ
૭-કાંતવું= વળ દઈને તાર કાઢવો, ઝીણવટ કે વધારા પડતી વિગતથી વાત લંબાવવી
૮-કુટુંબીજન= કુટુંબનુ માણસ
૯-કુલી= મજુર, હમાલ
૧૦-કુશળતા= કૌશલ્ય, હોશિયારી, આરોગ્ય, તંદુરસ્તી, ચતુરાઈ
૧૧-કેદ=બંધન, મરજી પ્રમાણે હિલચાલ કરવાની રૂકાવટ, મર્યાદા
૧૨-કેળવણી= કેળવવું તે, ભણતર,વિદ્યા
13-કોટડી= ઓરડી, કારાગ્રુહ,કરોડ કોટી
૧૪-કોશિશ= પ્રયત્ન,મહેનત, ઉદ્યોગ
૧૫-ખીચોખીચ= ગીચોગીચ, ભરચક, ઠાંસીઠાંસીને
૧૬-ખેડાયેલી-
૧૭-ખોઊ=
૧૮-ખોડ= આદત, કુટેવ, શારીરિક ખામી,એબ, કલંક
૧૯-ગડમથલ= મહેનત, ફાંફા, ઘાલમેલ, માથાફોડ
૨૦-ગણતરી= ગણવું તે, અંદાજ, અપેક્ષા, અડસટ્ટો
૨૧-ગર્વિષ્ઠ= ગર્વવાળું, અભિમાની, મગરૂર
૨૨-ગળી= એક વનસ્પતિ એના પાંદડામાંથી કઢાતોનીલો રંગ, અવાજ, સુર
૨૩-ગાફેલ= અસાવધ, બેખબર, સુસ્ત, આળસું
૨૪-ગાંસડી= અનેક વસ્તુ એકઠી કરી બાંધી કરેલો બોજો, દલ્લો, પુંજી પોટલી
૨૫-ગુણદોષ= ગુણ અને દોષ, સારાસાર, લાયકાત, કાબેલિયત
૨૬-ગુમડું= શરીરે ઊઠતો ફોલ્લો, ટેટા જેવો ગઠ્ઠો
૨૭-ગોખવાનુ=
૨૮-ગોદામ= માલ ભરવાની વખાર, કોઠાર, માલખાનુ, ગોદી
૨૯-ગોસેવા= ગાય અને તેના વંશની સેવા, પરિચર્યા,
૩૦-ગ્રહણ= લેવું, પકડવું, અવાજ, શબ્દ
૩૧-ગ્રાહ્ય= ગ્રહણ કરવા યોગ્ય, પકડવા જેવું, સ્વીકારવા જેવું
૩૨-ઘંટી= દળવાનુ સાધન, ગળાના હાડકાનો બહાર નીકળેલો ભાગ, ટોકરી નાનો ઘંટ
૩૩-ઘોંઘાટ= શોરબકોર, કલબલ, બુમરાણ
૩૪-ચર્ચા= વાદવિવાદ, કૂથલી, વિચારોની આપલે
૩૫-ચારિત્ર્ય= આચરણ, શીલ,સદાચાર,રીતભાત
૩૬-ચીરવામા=
૩૭-ચીવટ= કાળજી
૩૮-ચુકાદો= ફેંસલો, સમાધાન, નિર્ણય
૩૯-ચુસ્ત= આગ્રહી, ર્દઢ, તંગ, આળસ વગરનુ
૪૦-ચેતવણી= ચેતવવું તે, અગાઉથી આપેલી ખબર, ધમકી, તાકીદ
૪૧-ચેપી= ચેપ લગાડે તેવું, કંજુસ, ચીકણુ, ચોંટે તેવું
૪૨-ચોખવટ= ચોખ્ખાઈ, પવિત્રતા,ખુલાસો
૪૩-ચોપાનિયા=
૪૪-ચોમેર= ચારે તરફ, ચારે દિશાએ
૪૫-છાપખાનુ= છપાણ થતું હોય તે સ્થળ, મુદ્રણાલય,છાપવાની જગ્યા
૪૬-છુટકારો= છૂટવું તે, અંત, મુક્તિ, નિકાલ
૪૭-છૂતાછૂત= આભડછેટ, સ્પર્શાસ્પર્શ
૪૮-છૂંદાયા= બારીક કચરવું, સોય કે અણીવાળા હથિયારથી ટોકવું
૪૯-છેતરવું= ઠગવું, છળવું, ફસાવવું
૫૦-જનોઈ= યજ્ઞોપવિત,ઉપવીત
૫૧-જવાબદાર= જવાબદારીવાળું, જામીન, જોખમદાર
૫૨-જ્ઞવાર= બુધવાર
૫૩-ઝંપલાવવા=
૫૪-ઝાંખી= ભાવપુર્વક દર્શન, છાનુમાનુ જોવું તે, ભાસ, આભાસ
૫૫-ઝાંઝવાં= મ્રુગજળ, ઝાંખ, અંધારાં, ઓછું દેખાવાનો આંખનો રોગ
૫૬-ઝીણવટથી= બારીકાઈથી, ચતુરાઇ ડહાપણ
૫૭-ટીકાકાર= ટીકા કરનાર, વિવેચક, નિંદક
૫૮-ટોળું= સમુદાય, સમુહ, કોમ, ઘણા માણસોનો સમુહ
૫૯-ઠપકો= દોષ બદલ ધમકાવવું તે, આળ, ખામી, વઢવું તે
૬૦-ઠરાવ= સરકારી આજ્ઞા, આદેશ, નિયમ, ધારો
૬૧-ઠરેલ= ઠાવકું, જેના વિચારો સ્થિર થયેલા હોય તેવું,શાણુ, ગંભીર

December 21st 2009

કહેવતો અને રૂઢિ પ્રયોગો

માવજીભાઈ એ જમા કરેલો કહેવતો અને રૂઢિપ્રયોગો નો ભંડાર બારાખડી પ્રમાણે સૌના લાભાર્થે અત્રે રજુ કરું છું

અક્કરમીનો પડિયો કાણો
અક્કલ ઉધાર ન મળે
અણીનો ચૂક્યો સો વરસ જીવે
અતિ લોભ તે પાપનુ મૂળ
અત્તર ના છાંટણા જ હોય, અત્તરના કુંડા ન ભરાય
અધૂરો ઘડો છલકાય ઘણો
અન્ન અને દાંતને વેર
અન્ન તેવો ઓડકારાવળે અસ્ત્રે મૂંડી નાખવો
અંગૂઠો બતાવવો
અંજળ પાણી ખૂટવા
અંધારામા તીર ચલાવવું
આકાશ પાતાળ એક કરવા
આગ લાગે ત્યારે કૂવો ખોદવા ના જવાય
આગળ ઉલાળ નહિ ને પાછળ ધરાળ નહિ
આગળ બુધ્ધિ વાણિયા, પાછળ બુધ્ધિ બ્રહ્મ
આજ રોકડા, કાલ ઉધાર
આજની ઘડી અને કાલનો દિ
આદર્યા અધુરા રહે, હરિ કરે સો હોય
આદુ ખાઈને પાછળ પડી જવું
આપ ભલા તો જગ ભલા
આપ મુવા પીછે ડુબ ગઈ દુનિયા
આપ મુવા વિના સ્વર્ગે ન જવાય
આપ સમાન બળ નહિ
આફતનુ પડીકું
આબરૂના કાંકરા કરવા
આભ ફાટ્યું હોય ત્યાં થીંગડુ ના દેવાય
આમલી પીપળી બતાવવી
આરંભે શૂરા
આલિયાની ટોપી માલિયાને માથે
આવ પાણા પગ ઉપર પડ
આવ બલા પકડ ગલા
આળસુનો પીર
આંકડે મધ ભાળી જવું
આંખ આડા કાન કરવા
આંગળા ચાટ્યે પેટ ન ભરાય
આંગળી ચિંધ્યાનુ પુણ્ય
આંગળી દેતાં પહોંચો પકડે
આંગળીથી નખ વેગળા જ રહે
આંગળીના વેઢે ગણાય એટલા
આંતરડી દુભવવી
આંધળામા કાણો રાજા
આંધળી દળે ને કૂતરા ખાય
આંધળે બહેરું કુટાય
આંધળો ઓકે સૌને રોકે
ઈંટનો જવાબ પથ્થર
ઉજ્જડ ગામમા એરંડો પ્રધાન
ઉડતા પંખી ને પાડે તેવો હોશિયાર
ઉતર્યો અમલદાર કોડીનો
ઉતાવળે આંબા ન પાકે
ઉંઠા ભણાવવા
ઉંદર બિલાડીની રમત
ઉંદરની જેમ ફૂંકી ફુંકીને કરડવું
ઊલમાથી ચૂલમા પડવા જેવો ઘાટ
ઊંટ મૂકે આંકડો ને બકરી મૂકે કાંકરો
ઊંટની પીઠે તણખલું
ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા
ઊંડા પાણીમા ઉતરવું નહિ
ઊંધા રવાડે ચઢાવી દેવું
ઊંધી ખોપરી
એક કરતાં બે ભલા
એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખવુ
એક કાંકરે બે પક્ષી મારવા
એક ઘા ને બે કટકા
એક દી મહેમાન, બીજે દી મહી, ત્રીજે દી રહે તેની અક્કલ ગઈ
એક ન્નો સો દુઃખ હણે
એક નૂર આદમી હજાર નૂર કપડાં
એક પગ દૂધમાં ને એક પગ દહીંમા
એક ભવમાં બે ભવ કરવા
એક મરણિયો સોને ભારે પડે
એક મ્યાનમાં બે તલવાર ન રહે
એક સાંધે ત્યાં તેર તૂટે
એક હાથે તાળી ન પડે
એકનો બે ન થાય
એના પેટમા પાપ છે
એનો કોઈ વાળ વાંકો ન કરી શકે
એરણની ચોરી ને સોયનું દાન
એલ-ફેલ બોલવું
ઓછું પાત્ર ને અદકું ભણ્યો
ઓળખીતો સિપાઈ બે દંડા વધુ મારે
(કક્કાવારી પ્રમાણે આવતા અંકે)

November 9th 2009

DO NOT DRINK AND DRIVE

I was walking around in a mall making shopping, when I saw a cashier talking to a boy couldn’t have been more than 5 or 6 years old. the cashier said ‘I’m sorry, but you don’t have enough money to buy this doll. Then the little boy turned to me and asked: “Uncle are you sure I don’t have enough money?”
I counted his cash and replied: “You know that you don’t have enough money to buy this doll, my dear….” The little boy was still holding the doll in his hand. Finally, I walked toward him and asked him who he wished to give this doll to.
‘It’s the doll my sister loved most and wanted so much. I wanted to gift her for her BIRTHDAY. I have to give the doll to my mommy so that she can give it to my sister when she goes there.’
His eyes were so sad while saying this. ‘My sister has gone to be with God. Daddy says that Mommy is going to see God very soon too, so I thought that she could take the doll with her to give it to my sister.
‘ My heart nearly stopped.. The little boy looked up at me and said: ‘I told Daddy to tell mommy not to go yet. I need her to wait until I come back from mall.’
Then he showed me a very nice photo of him where he was laughing. He then told me ‘I want mommy to take my picture with her so my sister won’t forget me.’ ‘I love my mommy and Iwish she doesn’t have to leave me, but daddy says that she has to go to be with my little sister. Then he looked again at the doll with sad eyes, very quietly.
I quickly reached for my wallet and said to the boy. ‘Suppose we check again, just in case you do have enough money for the doll?” ‘ok’ he said, I hope I do have enough.’ I added some of my money to his with out him seeing and we started to count it. There was enough for the doll and even some spare money.
The little boy said: ‘Thank you God for giving me enough money! ‘Then he looked at me and added, ‘I asked last night before I went to sleep for God to make sure I had enough money to buy this doll, so that mommy could give it to my sister. He heard me!” ‘I also wanted to have enough money to buy a white rose for my mommy, but I disn’t dare to ask God for too much. But He gave me enough to buy the doll and a white rose. My mommy loves white roses.’
I finished my shopping in a totally different state from when I started…
I couldn’t get the little boy out of my mind.. Then I remembered a local news paper article two days ago, which mentioned a drunk man in a truck, who hit a car occupied by a young woman and a little girl. The little girl died right away, and the mother left in a critical state. The family had to decide whether to pull the plug on the life-sustaining machine, because the young woman would not be able to recover from the coma. Was this the family of the little boy?
Two days after this encounter with the little boy, I read in the news paper that the young woman had passed away.. I couldn’t stop myself as I bought a bunch of white roses and I went to the funeral home where the body of the young woman was exposed for people to see and make last wishes before her burial.
She was there, in her coffin, holding a beautiful white rose in her hand with the photo of the little boy and the doll placed over her chest.
I left the place, teary-eyed, feeling that my life had been changed for ever.
the love that the little boy had for his mother and his sister is still, to this day, hard to imagine. And in a fraction of a second, a drunk driver had taken all this away from him.
Courtesy E-mail from my friend. (PLEASE DO NOT DRINK AND DRIVE)

November 9th 2009

આભાર

હૈયાની ઉદાસી મહીં પણ,
હોય જો સાથ સ્વજન કેરો,
જગતનિયંતા એથી વધુ ન હોય,
આભાર તુજ કૃપા તણો.

મિંચાતી આંખલડી રાત્રિના અંધકાર મહીં,
ને રવિ કિરણો સંગ ખુલતી સ્વસ્થ તનમને,
એથી વધુ ન હોય જગતનિયંતા,
આભાર તુજ કૃપા તણો.

વૃક્ષ ઝુકાવી ડાળ આપે ફળ સહુને મધુરા,
વહેતો સમીર ભરતો તાજગી રોમેરોમ;
વહેતી નદી ન બાંધે કોઈ પાળ
સહુને પ્યાસ બુઝાવવાનો સમાન અધિકાર.

કુદરત કેરા શબ્દકોશમાં
બસ આપ આપ ને આપ;
ન કોઈ આશ ન કોઈ અપેક્ષા.

ન જાણે એક માનવી અટવાય
વ્યર્થ શબ્દ કેરી માયાજાળમાં,
ફક્ત બોલવાથી આભાર, નવ કોઈ અર્થ સરે.
નીકળે હૈયાના ઉંડાણથીને વર્તને,
એજ સાચો આભાર.

શૈલા મુન્શા તા.૧૧/૦૮/૨૦૦૯

November 9th 2009

દિવાળી

દિલમાં હોય ઉમંગ તો હમેશ દિવાળી,
હોય કાજળ કાળી રાત અમાસની
તોય દિવાળી

દીવડે દીવડે ઝગમગ દિવાળી
હૈયે ઉમટે ઉલ્લાસ દિવાળી
આંગણું અજવાળે નવલા રંગે
રંગોળીની ભાત દિવાળી

બાળુડા હરખાય ઝાલી ફુલઝારી
આતશબાજીનો ધમકાર દિવાળી

પકવાનોની સોડમ દિવાળી
ગૃહીણી ના હૈયે આનંદ દિવાળી
મહેમાનોનુ સ્વાગત દિવાળી
નવા વર્ષની શુભકામના દિવાળી

બસ આશ સૌ હૈયે એટલી
નવું વરસ લાવે સુખશાંતિ દિવાળી.

શૈલા મુન્શા તા.૧૧/૦૮/૨૦૦૯

August 15th 2009

આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો

આ માણસ જાણે મોબાઇલ થઈ ગયો
જરૂર જેટલી જ લાગણીઓ

રિચાર્જ કરતો થઈ ગયો

ખરે ટાણે જ ઝીરો બેલેન્સ

દેખાડતો થઈ ગયો

આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

સામે કોણ છે એ જોઈને

સંબંધ રિસિવ કરતો થઈ ગયો

સ્વાર્થનાં ચશ્મા પહેરી મિત્રતાને પણ

સ્વીચ ઓફ કરતો થઈ ગયો

આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

આજે રીટા તો કાલે ગીતા એમ

મોડેલ બદલતો થઈ ગયો

મિસિસને છોડીને મિસને

એ કોલ કરતો થઈ ગયો

આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

પડોશીનુ ઊંચું મોડેલ જોઈ

જુઓને જીવ બાળતો થઈ ગયો

સાલું, થોડી રાહ જોઈ હોત તો!

એવું ઘરમાં યે કહેતો થઈ ગયો

આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

હોય બરોડામાં અને છું સુરતમાં

એમ કહેતો એ થઈ ગયો

આજે હચ તો કાલે રિલાયન્સ એમ

ફાયદો જોઈ મિત્રો પણ બદલતો થઈ ગયો

આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

ઈનકમિંગ – આઉટ ગોઈંગ ફ્રીનાં ચક્કરમાં

કુટુંબનાં જ કવરેજ બહાર એ થઈ ગયો

હવે શું થાય બોલો

મોડેલ ફોર ટુ ઝીરો એ થઈ ગયો

આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

પારૂલ(મારી બહેન) દ્વારા ઈમૈલ મા મળેલું કાવ્ય.અનામિ કવિ

સંકલન શૈલા મુન્શા તા.૮/૧૫/૨૦૦૯

August 3rd 2009

ગુજરાતી શબ્દ સ્પર્ધા પૂર્વ તૈયારી

ક્રમ- શબ્દ- અર્થ- શબ્દપ્રયોગ
૧- પંકગ્રાહ-મગરમચ્છ-પાણીમા રહેવું અને પંકગ્રાહથી વેર એ ન બને.
૨- પંકરૂહ- સારસબેલડી-પંકરૂહ હમેશા જોડીમા જ હોય છે.
૩- પંચબાહુ-શંકર,શિવ- પંચબાહુ ત્રીજું નેત્ર ખોલે તો સર્વનાશ સર્જાય.
૪- પંચબીજ-કાકડી- પંચબીજ અને દહીંનુ રાયતું સરસ લાગે.
૫- પંકાર- પગથિયું- પંકાર ચુકી જાવ તો ભોંયભેગા થાવ.
૬- પંજિકા- પંચાંગ- રાશિ, નક્ષત્ર,તિથિ જોવા પંજિકા ની જરૂર પડે.
૭- પાઓલું- ચરણ, પગ- એને પાઓલે ઘરમા સુખશાંતિ આવ્યા.
૮- પાકકાર- રસોઈયો- પાકકાર કદી ભુખે ન મરે.
૯- પાખ- તરફેણ, બાજુ- પૂરી વાત જાણ્યા વગર કોઈની પાખ ના લેવાય.
૧૦- પાચની- હરડે- પાચની નુ સેવન બાળકો માટે ખુબ સારૂં છે.
૧૧- પટલાવતી- દુર્ગા- પટલાવતી શક્તિનો અવતાર ગણાય છે.
૧૨- પટલિમા- ગુલાબીરંગ- નવયૌવના ના ગાલે પાટલિમા ની સુરખી જોઈ કવિની કલ્પના શક્તિ ખીલી ઉઠે.
૧૩- પાટીર–ચંદન- પાટીર પુજામા વપરાય.
૧૪- પરવત્તા- પરાધીનપણું- પરવત્તાથી જીવવું એ કરતાં મૃત્યુ બહેતર.
૧૫- પરશ- પારસમણિ- પરશના સ્પર્શથી લોખંડ સોનુ બની જાય.
૧૬- પરાપૂત- ઘણું પવિત્ર- પરાપૂત થઈને પુજાકાર્ય કરવું.
૧૭- પરારિ- પરમ દુશ્મન- અહંકાર એ સૌથી મોટો પરારિ છે.
૧૮- પરાંગવ- સમુદ્ર- પરાંગવ માઝા મુકે તો પ્રુથ્વીનો નાશ થાય.
૧૯- પરિકર- આરંભ- શ્રી ગણેશનુ નામ લઈ પરિકર કરો.
૨૦- પરિભંગ- અપમાન- પરિભંગ કરવું સહેલું છે, પણ સહેવું મુશ્કેલ.

શૈલા મુન્શા- તા. ૮/૩/૨૦૦૯

July 20th 2009

સંકલન

જુલાઈ માસની સાહિત્યસરીતા ની બેઠકનુ સંચાલન મારે કરવાનુ હતું અને વિષય હતો “વર્ષારૂતુ”
વાતાવરણને વધુ રસમય અને ઝરમરતું બનાવવા મે જે કવિમીત્રો ની પંક્તિઓ નો સાથ લીધો હતો
અત્રે એને રજુ કરતા વિશેષ આનંદ અનુભવું છું, અને ખરા દિલથી એમનો આભાર વ્યક્ત કરું છું.

મનોજ ખંડેરિયા-
૧- એવા ભર્યાં છે શું ભલા જંતર અષાઢમાં
ફૂલોની જેમ ફોરતાં પથ્થર અષાઢમા
ભુરકી છવાઈ જાય છે આંખોમાં એવી કે
જે જે નિહાળો તે બધું સુંદર અષાઢમાં.

૨-મારો અભાવ મોરની જેમ ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ.

મુકેશ માલવણકર –
૧- ખાલી આંગણ ભર ચોમાસે
કોરી પાંપણ ભર ચોમાસે
રેશમના ઢગલાની વચ્ચે
ડંખે નાગણ ભર ચોમાસે
‘કાનો લાવો’ ‘કાનો લાવો’
રાધા માગણ ભર ચોમાસે.

૩-ભગવતી કુમાર શર્મા-
મોસમ અહીં તો કોઈપણ છલનાની હોય છે
શ્રાવણ અષાઢ રાખીએ આ ઝાંઝવા નુ નામ.

૪-સૈફ પાલનપુરી
અમારી જીંદગીનો આ સરળ સીધો પરિચય છે
રુદનમાં વાસ્તવિકતા છે ને હસવામા અભિનય છે.

૫-મેઘબિન્દુ
મહેકશે માટી ફરીથી પ્રીતની
આંખમાં જળજળ થતો વરસાદ છે.

૬-દિલીપ જોશી
આવનારી પળ બધી વાદળ બની ઘેરાય છે
આ અષાઢી આંગણું કાં ઝરમરી શકતું નથી?

૭-મધુકર રાંદેરિયા
આકાશી વાદળને નામે આ વાત
તમોને કહી દઉ છું
કાં વરસી લો કાં વીખરાઓ
આ અમથાં ગાજો શા માટે?

૮-અંબાલાલ ડાયર
કરશો ન ડોકિયાં ઓ સિતારા! છુપાઈને
સમજે છે કૈંક શિસ્ત દીવાકર અષાઢમા
વાદળ વરસતા હોત તો શું થાત એમનુ!
એના વિના ભીંજાય છે શાયર અષાઢમા.

૯-હરિન્દ્ર દવે
રાધાની લટની લહેરાતી કાળાશે
ખોવાયો કાન કેમ શોધું?
આખું આકાશ એક રંગે છવાયું
એમાં મનગમતો વાન કેમ શોધું?

૧૦-નીતા રામૈયા
પહેલે વરસાદે કેમ કરી પામવા
મોસમના અઢળક મિજાજ,
ઊભા રહો તો રાજ, આંખ ભરી જોઈ લઉં
વાદળને વીજના રૂઆબ.

૧૧-કૈલાશ પંડિત
અમસ્તી કોઈપણ વસ્તુ નથી બનતી જગત માંહે
કોઈનુ રૂપ દિલના પ્રેમને વાચા અપાવે છે
ગઝલ સર્જાય ના “કૈલાશ” દિલમા દાહ લાગ્યા વિણ
પ્રથમ ઘેરાય છે વાદળ, પછી વરસાદ આવે છે.

ખરે જ તમ કવિઓના સથવારે અમે સહુ વાણીના વરસાદે તરબોળ થઈ ઊઠ્યા.
ફરી ફરીને આભાર સર્વનો.
સંકલન -શૈલા મુન્શા તા.૭/૧૯/૨૦૦૯.

July 20th 2009

મેહુલિયો

ગોરંભાતું ગગન ગાજતું ને,
સનસન વીજ સબાકા.
ઘનઘોર વાદળની ગર્જન
જાણે ધ્રબુકતાં ઢોલ નગારા

ઝીંકાતો મેહુલિયો સાંબેલાધાર
કરતો ધરા ને ગગન એકાકાર
પાણીની રેલમછેર ચારેકોર ને
છબછબિયાં કરતા નંદકિશોર

વિમાસે ગોરી નીરખીને હેલી
થાય અધીરા નયન, મળવાને ઘેલી.
કેમ થાશે પૂરા ઓરતા,
ક્યારે મળશે પ્રીતમ અનેરા?

સાગરની ભરતી ઉભરાય એના હૈયે
ઘેરાયો ઉન્માદ એના અંગેઅંગે.

હૈયાના ઉમટ્યા પુર તોડીને કાંઠા બેફામ
આશ હ્રદયે, ભેટશે સુકાની થામીને તોફાન
લઈ હલેસાં હાથમાં કરશું જીવનનૈયા પાર
થઈ પ્રેમસમાધિમાં મગન છેડશું રાગ મલ્હાર.

શૈલા મુન્શા તા.૭/૧૮/૨૦૦૯

July 10th 2009

દરિયો

દરિયો તો દરિયો જ છે,
હોય ભલેને ગેલવેસ્ટનનો આરો કે,
પછી મરીન ડ્રાઈવનો કિનારો.

ઊભી’તી ઝબોળી પગ પાણીમાં ઉછળતાં મોજામાં

હતી રળિયામણી સંધ્યા ક્ષિતિજે ડુબતાં સૂરજ સંગે
પુરવની કોર ઉગતો ચંદ્ર શોભાવતો ગગન રૂપેરી રંગે

દરિયો એ હુસ્ટન ગેલવેસ્ટનનો
ને દિવસ ઉનાળા ના લાંબા
બચવા અસહ્ય ગરમીથી
કરતાં છબછબિયાં સહુ પાણીમા.

યાદ અપાવે એ દરિયાની પાળી
મુજને મરીનડ્રાઈવની પાળી,
વિતાવી કંઈ કેટલીય સાંજ
જ્યાં સપનો ની મહેલાત રચી.

નહોતી કલ્પના હોઈશ દરિયાની પેલેપાર કદી,
બસ હૈયે ખુશી એટલી જ
સાથ હતો પ્રીતમનો ત્યારે પણ
ને સાથ છે પ્રીતમનો આજે પણ.

તાજેતરમા ગેલવેસ્ટન ના દરિયા કિનારે ગાળેલી
સાંજ સમયે સ્ફુરેલું કાવ્ય.

શૈલા મુન્શા- ૭/૫/૨૦૦૯

« Previous PageNext Page »
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.