May 5th 2009

જીંદગી જીવી જાણો

લાંબી આ સફરમાં જીંદગીના ઘણા રૂપ જોયા છે
તમે એકલા શાને રડો છો, સાથી તો અમેય ખોયા છે

આપ કહો છો આમને શું દુઃખ છે, આ તો સદા હસે છે
અરે! આપ શું જાણો આ સ્મિતમા કેટલા દુઃખ વસે છે

મંઝીલ સુધી ના પહોંચ્યા તમે એ વાતથી દુઃખી છો
અરે! ચાલવા મળ્યો રસ્તો તમને, એટલા તો સુખી છો

આપને ફરિયાદ છે કે કોઇને તમારા વિશે સુઝ્યુ નથી
અરે! અમને તો “કેમ છો?” એટલુંય કોઈએ પુછ્યું નથી

જે થયું નથી એનો અફસોસ શાને કરો છો,
આ જીંદગી જીવવા માટે છે, આમ રોજ રોજ શાને મરો છો?

આ દુનિયામા સંપુર્ણ સુખી તો કોઈ નથી
એક આંખ તો બતાવો મને જે ક્યારેય રોઈ નથી.

બસ એટલુંજ કહેવું છે કે જીંદગીની દરેક ક્ષણ દિલથી માણો
નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો.

“અનામી કવિ ”
મિત્ર દ્વારા ઈમેલ મા મળેલું કાવ્ય જે મનને અસર કરી ગયું .

શૈલા મુન્શા – તા.૫/૫/૨૦૦૯

April 13th 2009

ગુજરાતી શબ્દ સ્પર્ધા પૂર્વ તૈયારી

ક્રમ શબ્દ  અર્થ શબ્દ પ્રયોગ
મંગલારંભ ગણેશ મંગલારંભ બોલીને શુભ કાર્ય કરવું.
મંથજ માખણ  દહીં વલોવવાથી મંથજ નીકળે.
મકરંદ આંબો ભમરો,પુષ્પ રજ્  મકરંદ ફળોનો રાજા ગણાય છે.
 મચાન માંચડો   સિંહના શિકાર માટે ઝાડ પર મચાન બાંધવામા આવે.
મડ  વ્યંગ  તે મડમા બોલે છે કે મજાકમા તે ખબર નથી.
મત્યા ધન   આ યુગમા જેની પાસે મત્યા હશે તેની બોલબાલા હશે.
મધુજા પૃથ્વી  મધુજા નવ ગ્રહમા નો એક ગ્રહ છે.
મધુલી જેઠીમધ   ઉધરસની ખાસ દવા મધુલી.
મરાલ કાજળ  મરાલથી આંખોની શોભા વધે છે.
૧૦ મલદલ દળવું   અનાજને મલદલ કરવાનો જમાનો ગયો.
૧૧ મહ તેજ  સાચા સંતનુ મહ છાનુ ન રહે.
૧૨ મહાકાંત શિવ   મહાકાંત એ પ્રલયના દેવ ગણાય છે.
૧૩ મહિષી પટરાણી, ભેંસ  રૂક્ષ્મણી ક્રુષ્ણની મહિષી હતી.
૧૪  માનભોગ મહાપ્રસાદ  મંદિરમાથી માનભોગ લીધા વગર પાછા ન જવાય.
૧૫ મુંગરા મોગરાનુ ફૂલ મુંગરાની સુગંધ ચારેકોર ફેલાય, મકરંદ ગુંજન સંભળાય રે
૧૬ મુખર કાગડો  મુખર અને કોયલ વાને કાળા, ને ગાને તરત પરખાય જી
૧૭ મુદા  આનંદ  મુદા વહેંચવાથી વધે છે.
૧૮ મ્રુગશિર માગશર માસ  કારતક પછીનો માસ એ મ્રુગશિર માસ.
૧૯ મંદાદર અવિનયી    વડીલ સામે મંદાદર ના થવાય.
૨૦ મણહર રમણીય   ચાંદની રાતની શોભા મણહર હોય છે
February 19th 2008

સંકલન

બીજને ખેડૂત પર વિશ્વાસ છે એટલે ધરતીના ખોળામાં દિવસો સુધ નિરાંતે ઊઘી જાય છે.
બાળકને માતા ઉપર શ્રદ્ધા છે એટલે તેની ગોદમાં માથું મૂકીને નિશ્ચિંત ભાવે પોઢી જાય છે.
માણસ જો સર્જનહાર ઉપર પ્રેમાળ વિશ્વાસ કેળવે તો એના જીવનમાં એ સરળતા, હિંમત અને શક્તિ આવી જાય.

તમારું જીવનધ્યેય તમારી યાત્રાની દિશા બાંધશે; એ દિશામાં આગળ ધપવા પ્રેરણા અને શક્તિ આપશે;
દુઃખમાં સહનશીલતા અને સુખમાં વિવેક સુઝાડશે; જીવનમાં અણધારી સફળતા અપાવશે.
તમારું જીવનધ્યેય એ તમારું પ્રેરક બળ, તમારા ચારિત્ર્યનો પાયો તમારા વ્યક્તિત્વનું માપ છે.

સંકલન “અવતરણ ગંગા” ફાધર વાલેસ લિખિત

શૈલા મુન્શા ૨/૧૮/૨૦૦૮

« Previous Page
Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help