May 15th 2019

જોઈએ છે !!

ટચલી આંગળીએ ઝીલે, ગોવર્ધનધારી જોઈએ છે,
ડોલાવે ઈમાન વિશ્વામિત્રનુ, મોહિની જોઈએ છે!

માંગતા આપે, એવા તો મળે ભલેને હજારો,
લાખેણા ભામા’શા જેવી દિલદારી જોઈએ છે!

હો ગુમાન સૂરજને આપે ઉજાશ જગને સદા,
રોકવા અંધકાર, દિવડાની રોશની જોઈએ છે!

નથી કરવો જગનો ઉધ્ધાર, બની કોઈ મસીહા,
ઝેર જીવતરના પી શકું એવી ખુમારી જોઈએ છે!

રંગ બદલતી દુનિયામાં જ્યાં સહુ સગાં છે સ્વાર્થના,
બનાવે જીવન ઉન્નત, જણ એવો નિઃસ્વાર્થી જોઈએ છે!

ટચલી આંગળીએ ઝીલે, ગોવર્ધનધારી જોઈએ છે!!

શૈલા મુન્શા તા. ૦૫/૦૧૫/૨૦૧૯

5 Comments »

  1. How you think such a nice ideas to write such a nice poem!!

    Comment by સુશીલા દેસાઈ — May 17, 2019 @ 12:32 am

  2. સુંદર.

    Comment by ભાવના દેસાઈ — May 17, 2019 @ 12:34 am

  3. વાહ! બહુ સુંદર.

    Comment by પ્રશાંત મુન્શા — May 17, 2019 @ 12:36 am

  4. ખૂબ જ સુંદર ભાવવાહી રચના
    પ્રાસનો સમુચિત પ્રયોગ
    આનંદ…અનંદ..

    Comment by રાજેશ પટેલ — May 17, 2019 @ 12:39 am

  5. એ મળે તો જાણ કરજો.
    અમે પણ લાભ લઈએ!

    Comment by ચીમન પટેલ — May 17, 2019 @ 12:42 am

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help