May 30th 2013

એ.જે. (એડિયાસ)

એ.જે. એટલે કે એડિયાસ ગયા વર્ષે અમારા ક્લાસમા આવ્યો. આફ્રિકન અમેરિકન બાળક. માની ભુલની સજા એ ભોગવી રહ્યો છે. અમેરિકા મા સ્વતંત્રતા થોડી વધારે છે. નાની ઉમરે મા બાપ બનવાનુ, વગર પરણે મા બાપ બનવાનુ સ્વભાવિક છે. બાળક જન્મે પણ વણજોઈતું બની જાય. એ.જે. ના કિસ્સામા પણ એવું જ કાંઈક બન્યુ.મા ની ઉમર માંડ સોળ વર્ષની જ્યારે એ.જે. નો જન્મ થયો. બાળક ઉછેર નુ કોઈ જ્ઞાન નહિ પોતે પણ ફોસ્ટર હોમમા મોટી થયેલી એટલે કુટુંબ શું કહેવાય એની કોઈ ખબર કે લાગણી નહિ. એક દિવસ નશાની હાલતમા બે વર્ષના એ.જે.ને પછાડ્યો. કમરના મણકા પર દબાવ આવ્યો અને એ.જે.નો ડાબો હાથ અને ડાબો પગ કામ કરતાં અટકી ગયા. મગજ પર અસર થઈ અને જ્ઞાનતંતુ પુરી રીતે કામ કરતાં અટકી ગયા. મા ને તો જેલ થઈ પણ નસીબે એ.જે.ના પિતા ઘણા સમજુ અને એ.જે નો પુરો ખ્યાલ રાખે.
જ્યારે એ.જે. અમારા ક્લાસમા આવ્યો ત્યારે વ્હીલ ચેર મા હતો, પણ એના જેવો આનંદી બાળક મે જોયો નથી. જેવો બસમા થી ઉતારીએ એટલે લહેકાથી હાઆઆઆય કહે. વધુ બોલતા તો નહોતું આવડતું પણ હાય અને બાય કહેતા આવડે. હમેશા હસતો ચહેરો. ડાબો હાથ બરાબર ના ચાલે પણ જમણો હાથ મજબુત એટલે જમણા હાથની પરિઘમા જે વસ્તુ આવે એને પકડવા જાય. એક વસ્તુ અમેરિકામા ખાસ જોવા મળે. આવા બાળકો માટે એટલી બધી સગવડ હોય કે આપણુ મગજ કામ ના કરે. એને જમવા માટે લાકડાની ટ્રે સાથે પૈડાંવાળી ખુરશી. કસરત કરાવવા ફીજીકલ થેરાપીસ્ટ આવે. એને સીધો ઊભો રાખી શકાય એવી લાંબી પૈડાંવાળી ખુરશી. ક્લાસમા જુઓ તો ત્રણ ચાર જાતની ખુરશી ફક્ત એકલા એ.જે.માટે જ.
એના આનંદી સ્વભાવને લીધે આખી સ્કુલનો લાડકો.જતાં આવતાં સહુ એને બોલાવે અને એ હસીને સહુને હાય કહે.આવ્યો ત્યારે ત્રણ વર્ષ નો હતો પણ થોડા દિવસમા અમને સારી રીતે ઓળખી ગયો.જેવું અમે બસનુ વ્હીલ ચેર ઉતારવાનુ બારણુ ખોલીએ કે એની કિલકારી સંભળાય.
એના આનંદનો ચેપ બધાને લાગે અને સહુના ચહેરા પર સ્મિત આવી જાય. નાનકડું બાળક પણ અજાણતા અને ગમે તે પરિસ્થિતીમા સહુને આનંદિત રહેવાની કેવી શીખ આપી જાય છે!
આ બાળકો મને પણ જીવન હસતાં રમતાં જીવી જવાની પ્રેરણા આપે છે.

તા.૫/૨૮/૨૦૧૩.

3 Comments »

 1. ચેપી” સ્મિત અને નિર્દોષ હાસ્ય સહુના દિવસને ઉજાળે એ જીવનની જડીબુટ્ટી જો બધાને જડી જાય તો કેવું? હ્રદયને ખૂબ જ સ્પર્શી જાય એવી વાત કેટલી સરળતાથી સમજાવી આ એક પ્રસંગને કલમ દ્વારા.

  મા-બાપની ક્ષણિક ભોગાનંદની આટલી મોટી- આકરી સજા બાળક કેટલી સહજતાથી જિરવી જાય છે એનુ સૂક્ષ્મ આલેખન કેવળ એક શિક્ષક નહીં પણ એમાં છૂપાએલી એક માતા જ સમજી શકે અને નિરખી શકે. પ્રસંગ જીવ વલોવી નાંખે એવો પણ કેટલું સુક્ષ્મ નિરિક્ષણ?!! અને સર્વે માટે અનોખી આત્મખોજ કે બોજ??? મા-બાપની ક્ષણિક ગુસ્સાની ભુલ અને બાળકને આ કેવી “જન્મટીપ”ની સજા ???
  શૈલા તારી કલમ દ્વારા અલેખાયેલ સરળ પણ હ્રદયસ્પર્શી પ્રંસગે આંખો ભિંજવી દીધી. મા સરસ્વતિને એટલી જ પ્રાર્થના કે આમ જ તારી કલમ વહેતી રહે અને બધાં ને કાંઈક બોધ મળતો રહે.

  પ્રશાંત મુન્શા
  તા. ૨૯ મે, ૨૦૧૩.

  Comment by પ્રશાંત મુન્શા — May 30, 2013 @ 6:36 pm

 2. માતા-પિતાએ કરેલ કર્મની સજા ઘણી વખત નિર્દોષ બાળકોને ભોગવવી પડે છે.
  હ્રદયને સ્પર્શતુ આલેખન !

  Comment by Hema Patel — June 4, 2013 @ 2:46 pm

 3. શૈલાબેન, તમારું નિરીક્ષણ સરસ છે. આ દેશમાં બચ્ચાં પેદા કરવા માટે લગ્ન કરવા જરુરી નથી અને આ ટીનએજરોના સંતાનોને પેદા કરવા માટે સરકાર મેડીકેઇડ, ફૂડ કૂપનો અને ઘણું બધું આપે છે એટલે આ દેશમાં વર્ણશંકર પ્રજા વધતી જ રહે છે…જેટલા વધારે છોકરાં એટલી વધુ મદદ. એની વે..એ જુદો ઇસ્યુ છે.તમારા બ્લોગ પર વાંચું છું. તમે સરસ લખો છો.
  નવીન બેન્કર

  Unapprove | Reply | Quick Edit | Edit | Spam | Trashશૈલાબેન, તમારું નિરીક્ષણ સરસ છે. આ દેશમાં બચ્ચાં પેદા કરવા માટે લગ્ન કરવા જરુરી નથી અને આ ટીનએજરોના સંતાનોને પેદા કરવા માટે સરકાર મેડીકેઇડ, ફૂડ કૂપનો અને ઘણું બધું આપે છે એટલે આ દેશમાં વર્ણશંકર પ્રજા વધતી જ રહે છે…જેટલા વધારે છોકરાં એટલી વધુ મદદ. એની વે..એ જુદો ઇસ્યુ છે.તમારા બ્લોગ પર વાંચું છું. તમે સરસ લખો છો.
  નવીન બેન્કર

  Comment by નવિન બેન્કર — June 12, 2013 @ 4:06 pm

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help