August 15th 2011

ઘટના

આજે ૧૫મી ઓગસ્ટ ૨૦૧૧, ભારતને આઝાદી મળે ચોસઠ વર્ષ પુરા થયા. અહીં અમેરિકામા પણ ભારતથી દુર રહી ભારતીય જન ધુમધામથી આઝાદી નુ જશન મનાવે છે. ફરક એટલો જ છે કે અહીં બધા તહેવાર અને જશન શનિ રવિ મા જ ઉજવાય.
આઝાદી મળે આટલા વર્ષો વિત્યા પછી પણ ખરેખર આપણે સામાજિક અને વૈચારિક સ્તરે ક્યાં છીએ એનો અનુભવ ગઈકાલે બનેલી ત્રણ ઘટના એ મને કરાવ્યો અને મારૂં મન પણ જુદા જુદા ભાવનો અનુભવ કરી રહ્યું.
ટીવી પર એક કાર્યક્રમ આવે છે, અલબત્ત આપણી હિંદી ચેનલ પર “અભી તો મૈ જવાન હું” સરસ મજાના ગીતો સાંભળવા મળે. આઝાદી નો દિવસ એટલે બધા દેશ ભક્તિના ગીતને ફીલ્મનુ દ્રશ્ય. ૧૯૫૪ ની ફીલ્મ “જાગૃતિ” નુ ગીત આવ્યું. “हम लायें हैं तुफान से किस्ती निकालके, ईस देशको रखना मेरे बच्चो संभालके” મન મારૂં ખુશી નો અનુભવ કરી રહ્યું. કેવી સુંદર કલ્પના અને કેવો સરસ ભાવ. આઝાદી મળ્યે થોડા જ વર્ષો થયા હતા.ખરે જ અંગ્રેજ રૂપી તોફાન નો સામનો કરી નાવ સલામત કિનારે લાવ્યા હતા અને ઉગતી પેઢી પાસે એને જતનથી સંભાળવાની એક યાચના હતી.
બપોરે એક હિંદી સિરિયલ જોતી હતી “ક્રાઈમ રીપોર્ટ” આ સીરીયલ સાચા બનેલા બનાવો પર આધારિત હોય છે. ૨૦૧૧ ના જુન મા જ બનેલી સત્ય ઘટના નુ નાટ્ય રૂપાંતર હતું. મહારાષ્ટ્ર ના સાંગલી જીલ્લામા બનેલી ઘટના હતી. આઝાદી પુર્વે જમીનદારો જે રીતે ખેડુતોનુ શોષણ કરતા હતા અને જીંદગીભર પોતાના ખેતરોમા ગુલામની જેમ કામ કરાવતા એ વસ્તુ આજે ૨૦૧૧ મા પણ એ જ રીતે બની રહી છે. એકવાર જમીનદાર પાસે પૈસા ઉધાર લીધા પછી ખેડુત જીંદગીભર વ્યાજના ચક્કર મા થી બહાર ના નીકળી શકે અને કોલ્હુના બેલની જેમ જીવનભર જમીનદાર ના પગ નીચે દબાયેલો રહે.
સાંગલી મા એક ખેડુતે જમીનદારને પૈસા વ્યાજ સહિત સમયસર પાછા આપી દેવાની હિંમત કરી. એની સત્તર વર્ષની દિકરીએ ટ્યુશન કરી પૈસા ભેગા કરી બાપને દેવું ચુકવવામા મદદ કરી અને એનો અંજામ એ આવ્યો કે જમીનદાર ના માણસો દિકરીને ઉપાડી ગયા અને સાત સાત દિવસ ગભરૂ કન્યા પર હેવાનિયત વરસાવી બાપના આંગણે નાખી ગયા. સુનમુન દિકરી એ કેરોસીન છાંટી આપઘાત નો રસ્તો અપનાવ્યો અને જમીનદાર સત્તા નો ઉપયોગ અને ખોટા સાક્ષી ઊભા કરી પોલીસ ને લાચાર કરી મુકી.
સીરીયલ જોતા જોતા મન વિષાદથી ભરાઈ ગયું. ભારત ભલે આજે દુનિયા સાથે કદમ મિલાવી પ્રગતિના સોપાન ચઢી રહ્યું છે પણ ગામડાંઓ મા પરિવર્તન ક્યાં આવ્યું છે.
સાંજે બહાર નીકળ્યા અને અચાનક ફીલ્મ જોવાનો વિચાર કર્યો. અમિતાભ બચ્ચન આમ પણ મારો મનગમતો એક્ટર છે અને એની નવી ફીલ્મ “આરક્ષણ” હમણા જ રીલીઝ થઈ છે એટલે એ જ જોવાનુ નક્કી કર્યું. એમા પણ એજ સવાલ પર ફિલ્માંકન કરવામા આવ્યું છે. કોલેજ મા એડમિશન માટે અમુક સીટ દલિત વિધ્યાર્થી માટે ખાસ રીઝર્વ રાખવા મા આવે જેમા આ બાળકોને ઓછા ટકા આવ્યા હોય તો પણ એડમિશન મળે. મંડલ કમિશન નામે સુપ્રિમ કોર્ટનો ચુકાદો અને એના પ્રત્યાઘાતો. પ્રકાશ ઝા એ આ સાંપ્રત સમસ્યા લઈને ફીલ્મ બનાવી અને જે રીતે એનો સુઝાવ દર્શાવ્યો એનાથી મન પ્રસન્ન થઈ ગયું.
એક જ દિવસ અને ત્રણ જુદી જુદી ઘટના. દરેક ઘટના મન પર જુદી અસર કરી ગઈ અને જુદા જુદા પ્રતિભાવો મનમા જગવતી ગઈ સાથે સાથે મનમા અનેક સવાલો પણ ઉઠતા રહ્યા. જે કમી છે એને દુર કરવા આપણે જ વધુ સજાગ થવાની જરૂર છે. ઝંઝાવાત માથી બહાર આવેલી નૈયા કિનારે આવી ને ડુબી ના જાય તે જોવાની ફરજ પણ આપણી જ છે. આઝાદી મેળવવાની કિંમત આપણે ચુકવી નથી પણ એને જાળવવાની તકેદારી તો આપણે રાખી જ શકીએ.
અસ્તુ.

શૈલા મુન્શા. તા. ૦૮/૧૫/૨૦૧૧.

2 Comments »

 1. bhabhi, what u wrote – i thought they r all my thoughts & my feelings. i have seen that TV program. v have also seen that film.

  Comment by vibhuti — August 16, 2011 @ 1:33 pm

 2. શૈલાબેન,
  નમસ્તે.
  આપના ત્રણ અનુભવો વાંચ્યા.
  (૧) વર્ષોથી દર પંદરમી ઓગસ્ટે એ જ ગીતો સાંભળીએ છીએ.
  (૨) ‘ક્રાઈમ રીપોર્ટ’ હું પણ જોઊં છું. મને ય ગમે છે. પણ આ છેલ્લો ઇન્સિડન્સ હું પુરો ન જોઈ શક્યો. મેં અધવચ્ચે થી જોવો બંધ કરી દીધો કારણકે મારું મન ગ્લાનીથી ભરાઇ ગયું હતું.
  (૩) ‘ આરક્ષણ’ મેં પણ થીયેટરમાં જ જોયું. ખુબ ગમ્યું. છતાં ગાંડાઓએ યુ.પી અને બિહારમાં તેના પર પ્રતિબંધ મુકી દીધો છે.અને ઇન્ડીયામાં ઘણે ઠેકાણે તોડફોડ કરી છે મુર્ખા સ્થાપિત હિતોએ. શ્રીરામ..શ્રીરામ…

  Navin Banker

  Comment by Navin Banker — August 28, 2011 @ 4:36 pm

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help