May 13th 2011

જીવન

જીવનથી અલગ એક જીવન હોય,
ના કોઈ ડર, મરણ સાવ સહજ હોય.

અણુબોમ્બ ને મિશાઈલ, ખંડેર નગર
ભીતર પાંગરતું એક જીવન હોય.

રવિકિરણે થાય અર્દશ્ય ઓસ બિંદુ,
ખીલે કમળ કાદવમા, એમ જ હોય.

દુનિયાની રીત નિરાળી, પડતાને પાટુ!
નિર્બળ બને સબળ, લોક સહુ નિર્ભય હોય.

વિરહને પ્રેમ, જોડાતા રેશમ તાંતણે,
ન કોઈ વિરહ, બસ પ્રેમ જ પ્રેમ હોય.

શૈલા મુન્શા. તા ૦૫/૧૩/૨૦૧૧

2 Comments »

  1. વિરહને પ્રેમ, જોડાતા રેશમ તાંતણે,
    ન કોઈ વિરહ, બસ પ્રેમ જ પ્રેમ હોય.

    સુન્દર રચના

    Comment by ભરત ચૌહાણ — May 23, 2011 @ 5:15 pm

  2. આવું વિશ્વ હોય ત કલ્પના જ આહલાદ્ક છે.

    Comment by પ્રવિણા કડકિઆ — May 23, 2011 @ 5:22 pm

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help